મનોરંજન

અક્ષય કુમારની આ અભિનેત્રીએ લગ્ન કરીને છોડી દીધી હતી ઇન્ડસ્ટ્રી, 35 વર્ષની ઉંમરમાં પતિની થઈ ગઈ હતી મૃત્યુ

અભિનેતા અક્ષય કુમારની વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘સૌગંધ’માં અક્ષયે એક ગરીબ છોકરાનો કિરદાર નિભાવ્યો હતો. આ અક્ષય કુમારની ડેબ્યુ ફિલ્મ હતી. જો કે ફિલ્મ કઈ ખાસ તો ચાલી ન હતી પણ ફિલ્મ દ્વારા અક્ષયને ખુબ ફાયદો થયો હતો. આ ફિલ્મ દ્વારા જ અભિનેત્રી શાંતિ પ્રિયાએ ડેબ્યુ કર્યું હતું.

Image Source

ફિલ્મમાં અક્ષયની સાથે શાંતિ પ્રિયાની કેમેસ્ટ્રી અને તેના અંદાજને દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય અને શાંતિ પ્રિયા વચ્ચે એક બોલ્ડ સીન પણ શૂટ કરવામાં આવ્યો હતો જેની તે સમયમાં ખુબ ચર્ચાઓ થઇ હતી.

Image Source

જ્યા એક તરફ આ ફિલ્મ ફ્લોપ થયા પછી અક્ષયને ખિલાડી સિરીઝએ લોકપ્રિય બનાવી દીધા અને એક મોટા અભિનેતા બની ગયા જ્યારે શાંતિ પ્રિયા સંઘર્ષ કરતી રહી. શું તમે જાણો છો કે વાસ્તવમાં શાંતિ પ્રિયા કોણ છે અને હાલના સમયમાં શું કરી રહી છે?

Image Source

શાંતિ પ્રિયાને ફિલ્મોમાં કઈ ખાસ સફળતા ન મળ્યા પછી તેણે વર્ષ 1999 માં સિદ્ધાર્થ રૅ સાથે લગ્ન કરી લીધા અને હંમેશાને માટે બૉલીવુડ છોડી દીધું. પણ વર્ષ 2004 માં પતિને હાર્ટ અટૈક આવવાને લીધે તેની મૃત્યુ થઇ ગઈ અને તેના પછી પરિવારનો પૂરો ભાર શાંતિ પ્રિયા પર આવી ગયો.

Image Source

શાંતિ પ્રિયાને પોતાના બંન્ને બાળકોને મોટા કરવાના હતા એવું વિચારીને તેણે વર્ષ 2008 માં કમબેક કર્યું. જેના પછી તે ‘માતા કી ચોંકી’ અને ‘દ્વારકાધીશ’ જેવા શો માં જોવા મળી. શાંતિ પ્રિયાની છેલ્લી ફિલ્મ વર્ષ 2011 માં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તે ગુમનામી ભર્યું જીવન જીવી રહી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ