ટાટા ગ્રુપના માનદ ચેરમેન અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. બિઝનેસ જગતથી લઈને રાજકારણ અને બોલિવુડ-ખેલજગત સુધીની મોટી હસ્તીઓ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી રહી છે. અનેક લોકો રતન ટાટાના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં રતન ટાટાના વિશ્વાસુ અને પડછાયાની જેમ તેમની સાથે રહેતો શાંતનુ નાયડુ જોવા મળી રહ્યો છે.
શાંતનુ ટાટા ટ્રસ્ટના સૌથી યુવા જનરલ મેનેજર છે અને લાંબા સમયથી રતન ટાટાના સહાયક હતા. શાંતનુ નાયડુ એક નસીબદાર યુવાન છે, જેનાથી રતન ટાટા ખૂબ પ્રભાવિત હતા. એક વીડિયોમાં શાંતનુ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં સામેલ થતો અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલો જોવા મળી રહ્યો છે.જ્યારે બીજા એક વીડિયોમાં તે બાઇક ચલાવીને રતન ટાટાના પાર્થિવ શરીરને લઇ જતા કાફલા આગળ જોવા મળી રહ્યો છે.
જણાવી દઇએ કે, શાંતનુએ તેના ગુરુ માટે એક ભાવનાત્મક પોસ્ટ લખી છે. આ પોસ્ટ રતન ટાટા અને શાંતનુ વચ્ચે ગાઢ મિત્રતા દર્શાવે છે. નાયડુએ રતન ટાટા સાથે પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘આ મિત્રતાએ મારામાં જે ખાલીપો છોડી દીધો છે તેને ભરવા માટે હું આખી જીંદગી વિતાવીશ. વેદના એ પ્રેમ માટે ચૂકવવાની કિંમત છે. વિદાય, મારા પ્રિય પ્રકાશસ્તંભ. જણાવી દઈએ કે ટાટા ગ્રુપને વૈશ્વિક શક્તિ બનાવનાર ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગઇકાલે એટલે કે બુધવારે રાત્રે અવસાન થયું હતું.
View this post on Instagram
શાંતનુ નાયડુ અને રતન ટાટા વચ્ચેની અનોખી મિત્રતા પ્રાણીઓ પ્રત્યેના પરસ્પર સ્નેહને કારણે ખીલી હતી. નાયડુ સૌપ્રથમ 2014માં જોડાયો હતો, જ્યારે નાયડુએ રખડતા શ્વાનને રાત્રિના સમયે ટ્રાફિક અકસ્માતોથી બચાવવા માટે પ્રતિબિંબીત કોલર બનાવ્યા હતા. રતન ટાટાએ તેના પ્રયાસોની નોંધ લીધી હતી અને નાયડુને તેમની ટીમમાં જોડાવા આમંત્રણ આપ્યું હતુ. છેલ્લા 10 વર્ષોમાં શાંતનુ નાયડુ રતન ટાટાના નજીકના અને વિશ્વાસુ મિત્ર બની ગયો.
View this post on Instagram