આ દિગ્ગજ નેતાએ 100 દિવસમાં દારૂબંધી હટાવવાનો વાયદો કર્યો – જાણો સમગ્ર વિગત

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે, ત્યારે આ વખતે ઘણા રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રસાર પણ શરૂ કરી દીધો છે અને આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચૂંટણીમાં ફરી એકવાર સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ના નામના નવા પક્ષ સાથે ઉતરવાની જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જો તેમની સરકાર બનશે તો તેઓ સરકાર બન્યાના 100 દિવસમાં દારુ બંધી દુર કરશે.

બાપુએ દારૂના નામે ચૂંટણી પ્રચારના ભાગ રૂપે નવો દાવ ખેલ્યો છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા ફરીથી નવી પાર્ટી સાથે રાજકારણમાં સક્રિય થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા પહેલા ભાજપમાં હતા અને પછી ભાજપ સાથે વાંકુ પડતા તેમણે રાષ્ટ્રીય જનશક્તિ પાર્ટી નામનો નવો પક્ષ બનાવ્યો તે બાદ તેઓ કોંગ્રેસના સહકારથી ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા હતા.

જે બાદ તેમનો પક્ષ રાજપા કોંગ્રેસમાં ભળી ગયો હતો. ત્યારથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. ત્યારે હવે ફરી એકવાર તેઓ પોતાનો નવો પક્ષ બનાવી રહ્યા છે. બાપુએ જણાવ્યું કે, તેઓ હંમેશા ભ્રષ્ટ દારૂબંધી હટાવવાના પક્ષમાં રહ્યા હતાં અને તેઓ એકમાત્ર મુખ્યમંત્રી હતા કે જેમણે દારૂબંધી હટાવવાની દિશામાં કામ કર્યું હતું. પરંતુ ગઠબંધન વાળી સરકાર હોવાને લીધે તે શક્ય થઇ શક્યુ નહોતું.જણાવી દઇએ કે, શંકરસિંહ બાપુએ 3 સપ્તાહ પહેલા પોતાના સમર્થકો સાથે પોતાના નિવાસ્થાને મહત્વની બેઠક કરી હતી અને

આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગીરી કરવી તે મામલે ચર્ચા કરી હતી. આ ઉપરાંત બાપુએ બરવાળા લઠ્ઠાકાંડ વખતે કહ્યું હતું કે, ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે અને માત્ર નામની જ દારૂબંધી છે. તો માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. ગુજરાતમાંથી દારૂબંધી કેમ હટાવી લેવાતી નથી. તેમણે એ પણ કહ્યુ હતુ કે, ગુજરાતની આ સરકારે લઠ્ઠાકાંડ પરથી બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે. આ પહેલીવાર નથી બન્યુ. આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે.

Shah Jina