શંકરસિંહ બાપુના ઘરે આવ્યો રૂડો પ્રસંગ, પૌત્રના સત્કાર સમરંભમાં આવ્યા દેશભરના મોટા મોટા દિગ્ગજો, જુઓ કેવી હતી જાહોજલાલી

શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નના રિસેપશનમાં જામ્યો મોટી મોટી હસ્તીઓનો જમાવડો.. તસવીરોમાં જુઓ કેવો હતો રજવાડી ઠાઠમાઠ

હોળાષ્ટક પૂર્ણ થયા અને ફરી લગ્નની સીઝન ધમધમી ઉઠી. ત્યારે દેશભરમાં ઘણા બધા લગ્ન પ્રસંગો પણ યોજાઈ રહ્યા છે. ઘણા લગ્નની અંદર મોટી જાહોજલાલી પણ જોવા મળતી હોય છે. ત્યારે આવા લગ્નમાં મોટી મોટી હસ્તીઓ પણ જોવા મળતી હોય છે અને લગ્ન પ્રસંગની શોભા પણ વધારતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક લગ્નની છર્યા આખા ગુજરાતમાં ચાલી રહી છે. આ લગ્ન બીજા કોઈના નહિ પરંતુ શંકરસિંહ વાઘેલાના પૌત્રના હતા. લગ્ન બાદ તેમને એક ભવ્ય રિસેપશનનું પણ ગાંધીનગરમાં યોજ્યું હતું. જેમાં મોટા મોટા દિગ્ગજોએ પણ હાજરી આપી હતી. આ રિસેપશનની તસીવરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

શંકરસિંહ વાઘેલાના સુપુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના દીકરા નીલરાજ સિંહના લગ્ન બાદ તેમનું ભવ્ય રિસેપશન તા. 12 માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં રાજકીય દિગ્ગજોની સાથે કલાકારોએ પણ હાજરી આપીને પ્રસંગની શોભા વધારી હતી.

સામે આવેલી તસ્વીરોમાં કલાકાર માયાભાઇ આહીર ઉપરાંત હિતુ કનોડિયા પણ તેમના પરિવાર સાથે રિસેપશનમાં જોવા મળી રહ્યા છે. આ રિસેપશન માટે શંકરસિંહ વાઘેલાએ PM મોદીને પણ આમંત્રણ આપ્યું હતું.

જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ શરૂ થવાના પહેલા દિવસે પીએમ મોદી અમદાવાદ આવ્યા હતા અને ત્યારે રાજભવન ખાતે રોકાયા હતા ત્યારે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી અને લગભગ 45 મિનિટ સુધી બંનેએ ચર્ચા પણ કરી હતી.

ત્યારે ઘણા મોટા મોટા લોકોએ ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા “બાપુ” ના પૌત્ર ચિ.નિલરાજસિંહના શુભ લગ્ન પ્રસંગે આયોજીત સત્કાર સમારોહમાં હાજરી આપી અને દંપતીને સુખી દાંપત્ય જીવનની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ રિસેપશનમાં પણ ભારે જાહો જલાલી જોવા મળી હતી. જે સામે આવેલી તસવીરોમાં જ જોઈ શકાય છે. આ રિસેપશનનું ખુબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને મહેમાનોને કોઈ અગવળ ના પડે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી.

Niraj Patel