જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને તમામ ગ્રહો પૈકી ન્યાયાધીશનું પદ આપવામાં આવ્યું છે. શનિદેવ જે લોકો સારા કર્મ કરે છે તેને સારું ફળ અને ખરાબ કર્મ કરે છે તેને આકરો દંડ ફટકારે છે. શનિદેવ માતા છાયા અને સૂર્યદેવના પુત્ર છે.શનિદેવના ભાઈ યમરાજ અને બહેન યમુનાજી છે. શનિદેવના દિવસ તરીકે શનિવારને ઓળખવામાં આવે છે. શનિવારના દિવસે શનિદેવને તેલ ચડાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. 2019ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે 2020માં શનિદેવ કોની પર થશે મહેરબાન અને કોની પર થશે નારાજ અને કંઈ રાશિના જાતકોએ સાંભળીને રહેવું.

શનિ કર્મ પ્રધાન દેવતા હોય તેનો હિસાબ ચોખ્ખો હોય છે. શનિદેવ પરિશ્રમ કરનાર લોકોની સામે ઢાલ બનીને રહે છે તો શનિદેવને મકર અને કુંભરાશિના સ્વામી માનવામાં આવે છે. શનિ હાલ ધન રાશિમાં છે જે 24 જાન્યુઆરી 2020થી ધનરાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે.

શનિ જયારે ધન રાશિમાં હશે તે સમયે વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે તો વૃષભ અને કન્યા રાશિ પર ઢય્યા છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસોનું તેલ ચડાવવી અને પીપળાની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ ખીજડાના ઝાડ નીચે દીપ પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

જે રાશિના લોકો પર શનિદશા અને મહાદશા ચાલતી હોય તે લોકોએ દર મંગળવારે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ વર્ષે શનિગ્રહ 24 જાન્યુઆરીએ ધનુ રાશિમાંથી પોતાની સ્વરાશિ મકરમાં ગોચર કરશે. આ જ વર્ષે 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી મકર રાશિમાં વક્રી થશે અને 27 ડિસેમ્બરે અસ્ત થશે. ધનુ અને મકર રાશિમાં પહેલા જ શનિની સાડાસાતી ચાલી રહી છે. હવે કુંભ રાશિ માટે સાડા સાતીનું પહેલું ચરણ શરૂ થઈ જશે.

આવો જાણીએ કંઈ રાશિ પર રહેશે શનિની કેવી દ્રષ્ટિ
મેષ : વર્ષ 2020માં મેષ રાશિના વ્યક્તિ ઉપર શનિની સાડાસાતીની અસર નહિ રહે.
વૃષભ : વર્ષ 2020માં વૃષભ રાશિના વ્યક્તિઓને શનિની સાડાસાતી સાથે દુર દુર સુધી કોઈ જ સંબંધ નથી.
મિથુન : વર્ષ 2020માં મિથુન રાશિના વ્યક્તિઓની કુંડળીમાં શનિની સાડાસાતીની કોઈ અસર જોવા મળશે નહિ.
કર્ક : વર્ષ 2020માં તમારી ઉપર શનિની સાડાસાતીની અસર નહિ રહે.
સિંહ : વર્ષ 2020માં સિંહ રાશિના વ્યક્તિઓ ઉપર શનિની અસર નહિ રહે.
કન્યા : વર્ષ 2020માં કન્યા રાશિના લોકો ઉપર શનિની સાડાસાતીની અસર નહિ રહે.
તુલા : આ વર્ષમાં શનિની સાડાસાતીની અસર તુલા રાશિના વ્યક્તિઓ ઉપર નહિ પડે.
વૃશ્ચિક : વર્ષ 2020માં વૃશ્ચિક રાશિના વ્યક્તિઓની કુંડળી ઉપર શનિની સાડાસાતી નહિ રહે.
ધનુ :વર્ષ 2020માં ધનુ રાશિના વ્યક્તિઓ ઉપર શનિની સાડાસાતીની અસર રહેશે. શનિની સાડાસાતી તેમના અંતિમ ચરણમાં છે.
મકર : વર્ષ 2020માં શનિનું ભ્રમણ તમારી રાશિમાં જ થઇ રહ્યું છે. એટલા માટે આ વર્ષ તમે શનિની સાડાસાતીના બીજા તબક્કામાં રહેશો.
કુંભ :વર્ષ 2020માં તમારી સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આવતા પાંચ વર્ષો સુધી તમારી કુંડળીમાં રહેવાનો છે.
મીન : વર્ષ 2020માં મીન રાશિના વ્યક્તિઓની કુંડળીમાં શનિની સાડાસાતી નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.