જ્યોતિષ શાસ્ત્ર

કુંડળીમાં જો હોય શનિ ખરાબ તો થાય છે નોકરીની સમસ્યા, જાણો તે દૂર કરવાના ઉપાય

શનિની દશા જાણવી તથા તેને જાળવવી દરેક મનુષ્યના જીવન માટે ખૂબ જ જરૂરી છે. દરેક મનુષ્યના જીવનમાં સાચા કે ખોટા કર્મનું ફળ આપવું શનિના હાથમાં જ છે. એટલે જ શનિ ગ્રહને કર્મોનો સાચો પરિબળ માનવામાં આવે છે. શનિ ગ્રહને કુંડળીમાં જીવનશૈલી અને મૃત્યુનું પરિબળ માનવામાં આવે છે. તે જ કારણ છે કે જેનાથી કુંડળીમાં શનિનું શુભ સ્થાન પર ના હોવાથી મનુષ્યને નોકરી મળવી ખૂબ અઘરૂં બની જાય છે. માન્યતાઓ મુજબ, શનિ ભૂલ કરવાથી દંડ આપવામાં કોઇપણ પ્રકારનો કોઇ ભેદભાવ કરતો નથી. તો ચાલો જોઈએ કે કેવી રીતે ખબર પડશે કે આપણી કુંડળીમાં શનિ શુભ છે કે અશુભ.

કેવી રીતે જાણીએ કે કુંડળીમાં શનિ અશુભ છે-

 • કુટુંબમાં સાંજ પછી કારણ વિનાના ઝધડા થાય
 • હંમેશા નોકરીમાં સમસ્યા રહેવી
 • જન્મકુંડળીમાં શનિ જો મેષ રાશિ અથવા પોતાનાથી નીચી રાશિમાં સ્થિત હોય
 • કોઈ અસાધ્ય રોગથી પીડાવું
 • અચાનક તમારા પર કોઈ સરકારી દંડ લાગી જાય

કઈ આદતોમાં બદલાવ લાવીને તમે શનિનું સારું ફળ પ્રાપ્ત કરી શકો છો-

 • ઘરની પશ્ચિમ દિશાને સાફ રાખવી અને ત્યાં પાણી ના રાખવું.
 • રોજ મોડી રાત સુધી ના જાગવું , સમય પર સૂઈ જવું જોઇએ.
 • કોઈપણ પીપળાને અને બરગદના ઝાડને ના કાપશો.
 • તમારા માતા-પિતાનો આદર કરો.
 • કોઈપણ ખોટી વ્યકિત કે ગુનેગારનો સાથ ના આપવો.
 • કોઈ ગરીબ વ્યકિત કે જરૂરિયાતમંદ લોકોનું ધન ના હડપવું.

શનિને પ્રસન્ન કરવા માટેના ઉપાય-

 • કોઈપણ શનિવારે શનિની પૂજા સૂર્યોદય પહેલા અથવા સૂર્યાસ્ત પછી જ કરવી.
 • દરેક શનિવારે સાંજના સમયે જરૂરતમંદ લોકોને સરસિયાના તેલમાંથી બનેલું જમવાનું  જરૂર ખવડાવો.
 • પીપળાના વૃક્ષ નીચે તલના તેલ કે સરસિયાના તેલનો દીવો જરુર કરવો અને સાત પ્રદક્ષિણા ફરવી.
 • રોજ સૂર્યાસ્ત પછી એક રુદ્રાક્ષની માળાથી શનિ મંત્રનો જપ કરવો.
 • શનિનો મંત્ર છે- ॐ शं शनिश्चराये नमः ”

શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી હોય છે. તથા તુલા રાશિ પર પણ તે ઉચ્ચ હોય છે. જો આ ત્રણ રાશિઓ પર શનિનો પ્રભાવ હોય તો તેમાં શનિ સંબંધિત ગુણ વધારે હોય છે. શનિ ઉચ્ચ હોય અથવા શનિના ગુણધર્મોવાળી વ્યકિત ખૂબ પરિશ્રમી અને આત્મવિશ્વાસુ હોય છે.

Image Source

શનિ રાત્રે બળવાન હોય છે. અને જેમનો જન્મ રાતનો છે. અને શનિ તેમની કુંડળીમાં શુભ છે, તો તેવા મનષ્યનું શનિ પિતાસમાન રક્ષણ કરે છે. મોટા અકસ્માતોમાંથી પણ તે મનુષ્ય બચી જાય છે. જેમકે અમિતાભ બચ્ચનની કુંભ લગ્ન કુંડળીમાં પરિબળકારક ગ્રહ શનિ ચતુર્થમાં બેસીને લોકોના દિલમાં વિશેષ જગ્યા બનાવે છે, તે જ રીતે કુંભનું પરિબળ હોવાથી લગ્ન પર શનિની પૂર્ણ દ્રષિટ હોવાથા મોટામાં મોટી બીમારી તથા એકસીડેન્ટથી બચી શકાય છે.

તો શનિ જો શુભ હોય તો વ્યકિતને કાળના મુખમાંથી પણ બચાવે છે. જો શનિ અશુભ હોય તો વ્યકિતને ખોટી મુસીબત અને પળોજણમાં એની રીતે ફસાવે છે કે વ્યકિત તેમાંથી જેટલો નિકળવાનો પ્રયત્ન  કરે તેટલો જ તેમાં વધારે ને વધારે ફસાતો જાય છે.