જ્યોતિષ શાસ્ત્ર

સૂર્યપુત્ર શનિની પૂજામાં એક ભૂલ પણ થઈ જવી પડી શકે છે ભારે, જાણો કેવી રીતે રાખીએ સાવધાની

શનિદેવના પ્રકોપથી મોટાભાગના લોકો ડરતા હોય છે પરંતુ સાચા રસ્તા ઉપર ચાલવા વાળા અને કોઈનું ખોટું ના કરનારાઓને શનિદેવ ક્યારેય કષ્ટ પહોંચાડતા નથી. શનિદેવને રીઝવવા માટે, તેમની કૃપાદૃષ્ટિ આપણા ઉપર બનેલી રહે એ માટે આપણે તેમને અલગ અલગ રીતે પૂજા-અર્ચના કરતાં હોઈએ છીએ, શનિવારના દિવસે આપણે શનિદેવના મંદિરે દર્શન કરવા માટે પણ જતા હોઈએ છે, પરંતુ  શું તમે જાણો છો કે ખોટી રીતે પૂજા કરવાથી પણ શનિદેવ નારાજ થાય છે? ચાલો આજે તમને જણાવીએ કે શનિદેવની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ, જેનાથી શનિદેવની કૃપા બનેલી રહે અને શનિદેવ આપણી ઉપર કોપાયમાન પણ ના થાય.

Image Source

શનિદેવની પૂજા કરવામાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન તમારે રાખવું પડશે.

આ રંગોથી ક્યારેય શનિદદેવની પૂજા ના કરવી:
આપણે મોટાભાગે કોઈપણ દેવની પૂજા કરવા માટે લાલ રંગનો ઉપયોગ કરીએ છીએ. જેમાં લાલ ફૂલ અને લાલ સામગ્રી હોય છે, પરંતુ શનિદેવની પૂજા ક્યારેય લાલ રંગની સામગ્રી કે ફૂલોથી ના કરવી કારણ કે લાલ રંગનો સંબંધ મંગલ સાથે છે અને મંગળ શનિદેવનો શત્રુ ગ્રહ માનવામાં આવે છે. શનિદેવની પૂજા કરવા માટે કાળા અથવા ભૂરા રંગની સામગ્રીનો જ હંમેશા પ્રયોગ કરવો.

શનિદેવની પૂજા કરવા માટેની યોગ દિશા:
મોટાભાગે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ પૂજા કરતા હોઈએ છે પરંતુ શનિદેવની પૂજા હંમેશા પશ્ચિમ દિશામાં મુખ રાખીને કરવી જોઈએ કારણ કે શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે.

Image Source

શનિદેવને ગમતો ભોગ:
કોઈપણ દેવી દેવતાને રીઝવવા માટે આપણે ભોગ લગાવીએ છીએ. શનિદેવને પણ જો તમે ભોગ લગાવવા માંગતા હોય તો કાળા તલ અથવા ખીચડીનો ભોગ લગાવી શકો છો. દર શનિવારે શનિદેવને કાળા તલ અર્પણ કરવાથી કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો થઇ જાય છે. તાંમ્બાના વાસનથી ક્યારેય ના કરવી પૂજા:
કોઈપણ ભગવાની પૂજા હંમેશા તાંબાના વાસણમાં જ થાય છે પરંતુ શનિદેવની પૂજા તમારે લોખંડના વાસણમાં જ કરવી કારણ કે તાંબાનો સીધો સંબંધ સૂર્ય સાથે છે. શનિદેવ સૂર્યપુત્ર હોવા છતાં પણ સૂર્ય સાથે તેમને દુશ્મની છે જેના કારણે શનિદેવની પૂજા લોખંડના અથવા બીજી કોઈ ધાતુના વાસણમાં કરવી.

Image Source

શનિદેવની પૂજામાં સ્વચ્છતા ખુબ જ જરૂરી છે:
શનિદેવને સ્વચ્છતા અતિપ્રિય છે. જે સ્થળ ઉપર ગંદકી હોય છે ત્યાં શનિદેવનો વાસ હોતો નથી. માટે જયારે પણ શનિદેવની પૂજા કરવા જાઓ ત્યારે સ્વચ્છ સ્થાન ઉપર, નાહ્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને જ પૂજા કરવી.

પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ના જોવું:
એ વાત દરેક જાણે છે કે જેના ઉપર શનિદેવની ખોટી નજર પડી જાય તેનું જીવન તકલીફો અને દુઃખોથી ભરાઈ જાય છે. માટે જયારે પણ શનિદેવની પૂજા કરવા માટે જાઓ ત્યારે શનિદેવની સામે ના ઉભા રહેવું તેમજ ભૂલથી પણ શનિદેવની આંખોમાં જોઈ ના રહેવું. જેથી કરીને શનિદેવની ખોટી નજરથી બચી શકાય.

Image Source

જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો શનિદેવનો પ્રકોપ તમારા ઉપર ક્યારેય નહીં પડી શકે. શનિદેવની કૃપા તમારા ઉપર બની રહશે.