જ્યોતિષ શાસ્ત્ર

શનિદેવથી ડરવાની જરૂર નથી, એ તો રક્ષા કરનારા દેવ છે- બસ તમારે રાખવું પડશે આટલી બાબતોનું ધ્યાન

શનિદેવનું નામ સાંભળતાની સાથે જ આપણે ડરી જતાં હોઈએ છે, કોઈ બ્રાહ્મણ આપણી કુંડળી જોઈ અને કહે કે તમને શનિનો દોષ છે ત્યારે આપણે એ દોષ નિવારણ માટે કેટલાય ઉપાયો કરી નાખતા હોઈએ છે, ધાર્મિક વિધિથી લઈને નંગ પહેરવા સુધીની તમામ ક્રિયાઓ આપણે કરતા હોઈએ છે. પરંતુ શનિદેવથી ડરવાની જરૂર નથી, જો તમે માત્ર કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખશો તો શનિદેવ સદાય તમારા ઉપર પ્રસન્ન રહેશે.

Image Source

ચાલો આજે તમને જણાવીએ શનિદેવને રાજી રાખવા માટે શું કરવું?

Image Source

ગંદકી હોય ત્યાં શનિદેવ નારાજ થાય છે:
ધાર્મિક ગ્રંથોમાં એક નજર કરીએ તો શનિદેવ હંમેશા વ્યવસ્થિત વસ્તુઓ જ પસંદ કરે છે. જે લોકો પોતે ગંદા હોય છે એની પોતાની આસપાસ પણ ગંદકી જ રાખે છે એવા લોકોથી શનિદેવ નારાજ થાય છે અને આવા લોકોને હંમેશા રોગ, બીમારી, નિરાશા અને નીરસતા ભરેલા જીવનમાંથી પસાર થવું પડે છે.

Image Source

બીજા લોકોને કષ્ટ ક્યારેય ના આપો:
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, તે ક્યારેય કોઈ વ્યક્તિનું ખોટું નથી કરતા અને એટલે જ તેમને ખોટું બોલનાર, લોકો સાથે છેતરપિંડી કરનાર અને દગો આપનારા લોકોને સીધા કરવાનું પણ આવડે છે. જે લોકો બીજા લોકોને દુઃખ પહોંચાડે છે, એમનું ખોટું વિચારે છે અને દગો આપે છે એવા લોકો પર શનિદેવનો પ્રકોપ હંમેશા રહે છે.

Image Source

સાદું જીવન અને ઊંચા વિચારો હશે તો શનિદેવની કૃપા અવશ્ય રહેશે:
એવું કહેવામાં આવે છે કે શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકો સરળ, સારા વિચારો વાળા, બીજાનું ભલું ઇચ્છનારા, લોકોને મદદ કરનારા હોય છે એમના ઉપર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે અને હંમેશા એવા લોકો ઉપર શનિદેવ પ્રસન્ન રહે છે.  તેમના જીવનમાં ક્યારેય દુઃખો આવતા નથી અને આવે તો પણ શનિદેવની કૃપાથી તે દૂર પણ થઇ જાય છે.

Image Source

નિયમ અને સંયમનું પાલન કરો:
શનિદેવને પ્રસન્ન રાખવા માટે નિયમ અને સંયમનું પાલન કરવું પણ અતિઆવશ્યક છે. કહેવામાં આવે છે કે શનિદેવ એક જ એવા દેવ છે જે સાચા અને ખોટાનો તફાવત બતાવે છે માટે જ જો તમે સંયમ અને નિયમથી પોતાનું જીવન જીવશો તો શનિદેવના આશીર્વાદ તમને મળતા રહેશે સાથે એમની કૃપા પણ તમારા ઉપર વરસતી રહેશે.

Image Source

જો તમે પણ શનિદોષમાં ઘેરાયેલા હોય તો ઉપર મુજબની વાતો ને અનુસરો, તમારું જીવન પણ કષ્ટોથી દૂર થશે, તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ આવી જશે. પોતાના કર્મોને અનુરૂપ જીવન વ્યથિત કરો તો શનિદેવ હંમેશા તમારી સાથે રહેશે એમની કૃપા સદૈવ તમારા ઉપર વરસતી રહશે.

જય શનિદેવ જરૂર બોલજો !!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.