જ્યોતિષ શાસ્ત્ર

આ 6 ઉપાયોથી કરો ન્યાયના દેવતા શનિદેવની સ્તુતિ, મકર રાશિમાં થશે 30 વર્ષ પછી પ્રવેશ

શનિદેવને ન્યાયના દેવતાના સ્વરૂપે માનવામાં આવે છે. જો કે તેને સૌથી ક્રોધિત દેવતાના સ્વરૂપે પણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે આવતી 24 જાન્યુઆરીએ મકર રાશિમાં માં શનિ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે પુરા 30 વર્ષ પછી મકર રાશિમાં શનિના પ્રવેશ કરવાને લીધે કુંભ રાશિના લોકો માટે સાઢેસાતી શરૂ થઇ જશે.

Image Source

એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે શનિદેવની આવી દ્રષ્ટિથી બચવા માટે અને તમારા કર્મોને સુધારવા માટે તમે શનિવારના દિવસે અમુક ઉપાયો કરીને લાભ મેળવી શકો તેમ છો. જેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થઇ શકે છે. આવો તો તમને જણાવીએ આ ઉપાયો વિશે.

1. શનિવારે કરો તેલનું દાન:

Image Source

શનિવારે સ્નાન કર્યા પછી એક વાટકી તેલમાં પોતાનો ચેહરો જોઈને કોઈપણ ગરીબ કે જરૂરિયાત મંદ લોકોને તેલની વાટકી દાનમાં આપી દો. શનિદેવને પ્રસન્ન કરવા માટે તેલનું દાન શનિવારે કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2. હનુમાનજીની પૂજા કરો:

Image Source

હનુમાનજીએ શનિદેવને વચન આપ્યું હતું કે તમારી પુજા જે કોઈ કરશે તેઓના પર મારી કૃપા હંમેશા બની રહેશે, આજ કારણ છે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરવામા આવે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ગોળ-ચણા વાંદરાઓને ખવડાવા જોઈએ, કેમ કે માનવામાં આવે છે કે વાનર રૂપમાં હનુમાનજીની જ પૂજા થાય છે.

3. પ્રાણીઓ પર અત્યાચાર ન કરો:

Image Source

મોટાભાગે લોકો પ્રાણીઓ પર અત્યાચાર કરતા હોય છે, જે યોગ્ય વાત નથી. કાનૂનના હિસાબે જાનવરોને હિંસા પહોંચાડવી દંડનીય છે પણ શાસ્ત્રોના હિસાબે જે લોકો પ્રાણીઓ પર અત્યાચાર કરે છે તેઓને શનિદેવ ક્યારેય પણ માફ નથી કરતા.

4. પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો:

Image Source

શનિદેવની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે કુંભ રાશિના લોકોએ પીપળાના ઝાડની પાસે સૂર્યાસ્તના સમયે દીવો પ્રગટાવો જોઈએ. કોઈપણ મંદિરમાં પીપળાના ઝાડની પાસે સૂર્યાસ્તના સમયે દીવો પ્રગટાવવાથી શનિની મહાદશા દૂર થઇ જશે.

5. આ મંત્રનો જાપ કરો:

Image Source

જો તમે કોઈ વસ્તુનું દાન ન કરી શકો તો તમે શનિદેવના આ મંત્રનો જાપ કરીને પણ તેને પ્રસન્ન કરી શકો છો. તેના માટે આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે 108 વાર કરવાથી શનિદેવની અપાર કૃપા બની રહેશે અને તેની મહાદશા પણ દૂર થઇ જશે.
મંત્ર: ऊं शं शनैश्चराय नमः 

6. બ્લુ રંગના ફૂલ શનિદેવને ચઢાવો:

Image Source

શનિદેવના મંદિરમાં જઈને બ્લુ રંગના ફૂલ અપર્ણ કરો. બ્લુ રંગના ફૂલો શનિદેવને ખુબ જ પસંદ છે. આ સિવાય શનિવારે દાન-પુણ્ય કરવાથી શનિદેવની કૃપા હંમેશા બની રહે છે, અને બીજાની મદદ કરવામાં શનિદેવને ખુબ પ્રસન્નતા મળે છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ