ધાર્મિક-દુનિયા

કહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા

શું આજના સમયમાં એવું શક્ય છે કે ઘર બનાવવું અને તેમાં દરવાજા ન મૂકવા. પરંતુ આ દુનિયામાં એક એવું ગામ પણ છે જ્યાં કોઈ પણ ઘરમાં દરવાજો નથી. ફક્ત આ જ નહીં, પરંતુ બારીના પર બારણા નથી. દરવાજા વિનાના ઘરોવાળું આ આ ગામ મહારાષ્ટ્રમાં છે, જેનું નામ શનિ શિંગનાપુર છે. જે લોકો પણ શિરડી જતા હોય છે એ લોકોને આ ગામ વિશે ખબર છે અને તેઓ અચૂક જ શિરડી પાછી અહીં પણ જતા હોય છે.

Image Source

મહારાષ્ટ્રના શિરડી નજીક અહમદનગરમાં સ્થિત શનિ શિંગનાપુર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. અને આ ગામ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશભરમાં તેના દરવાજા વિનાના અનોખા ઘરો માટે જાણીતું છે. આ ગામમાં રહેતા લોકો ભલે કોઈ પણ ધર્મના હોય, પરંતુ દરેકના ઘરોમાં એક જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. કે આ ગામના કોઈ પણ ઘરોમાં બારણા જ નથી. હવે તમે વિચારતા જ હશો કે આવી સ્થિતિમાં ઘણી ચોરી થશે! તો જવાબ છે ના…

Image Source

ના, અહીં ચોરીની ઘટનાઓ નથી થતી. કારણ કે, એવું માનવામાં આવે છે કે અહીં ચોરી કરનાર વ્યક્તિને સ્વયં શનિદેવ જ સજા આપશે. અહીંના લોકો કબાટ, લોકર, સુટકેસ વગેરે પણ રાખતા નથી. લોકોનું માનવું છે કે શનિ મહારાજ તેમના ઘરની રક્ષા કરે છે. શનિ મહારાજના ક્રોધને લીધે, અહીં કોઈ ચોર ફરકતો પણ નથી. આવું અહીં છેલ્લાં 350 વર્ષથી ચાલતું આવ્યું છે.

પ્રાચીન કાળથી ચાલતી આવતી આ અનોખી પ્રથા છે. આ સ્થાન પર શનિદેવની વિશેષ કૃપા છે. શાસ્ત્રો અનુસાર શનિદેવનો જન્મ પણ શિંગનાપુરમાં થયો છે. આ ગામના લોકો દ્વારા ઘરોમાં દરવાજા ન હોવા પાછળનું કારણ અહીં બેઠેલા શનિ મહારાજની હાજરી છે એવું જણાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં શનિદેવ છે, પરંતુ મંદિર નથી. ઘર છે પણ દરવાજો અને ઝાડ છે પણ છાયા નથી.

Image Source

અહીંના રહેવાસીઓ અનુસાર, આશરે 350 વર્ષ પહેલા આ ગામમાં જોરદાર વરસાદ થયો હતો, જેમાં તમામ ઘરના દરવાજા ધોવાઈ ગયા હતા. તે જ વરસાદ દરમિયાન 5 ફૂટ મોટી અને 1 ફુટ પહોળી કાળા પથ્થરની શીલા વહીને આવી હતી. આ શીલા ગામના છેડે આવેલા એક ઝાડના સહારે ઉભી થઇ ગઈ. ગામના ભરવાડોએ આ જોઈ અને ત્યાંથી હટાવવા માંગી તો એમાંથી લોહી વહેવા લાગ્યું તો તેને ત્યાં જ એમ જ રહેવા દીધી.

આ પછી શનિદેવ કોઈના સપનામાં આવ્યા અને કહ્યું કે કોઈ પણ ઘરના દરવાજા લગાવવાની જરૂર નથી, અહીં કોઈ જ ડર નથી. આ પછી લોકોએ એ મોટી કાળી શીલાને શનિ ભગવાનની પ્રતિમા માનીને પૂજા કરવાનું શરુ કર્યું અને એક મંદિર બનાવી લીધું.

Image Source

એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ અત્યાર સુધીમાં ઘણા ચમત્કારો બતાવી ચુક્યા છે. શનિ મહારાજનો આખા ગામમાં પહેરો રહે છે અને એ જ બધા જ ઘરોની રક્ષા કરે છે. સાથે જ મંદિરમાં કથિત રીતે કોઈ પૂજારી પણ નથી. એવી માન્યતા છે કે જે પણ ભક્ત આ મંદિરની અંદર જાય એ માત્ર સામે જ જોતા જાય, એને પાછળથી કોઈ પણ અવાજ લગાવે તો પાછા ફરીને જોવું ન જોઈએ. શનિદેવને માથું ટેકવીને સીધે-સીધું બહાર આવી જવું જોઈએ.

Image Source

શનિના જન્મસ્થળ શિંગનાપુરના સંબંધમાં એક વાર્તા પ્રચલિત છે. પ્રાચીન સમયમાં એક પંડિત શિંગનાપુરમાં પધાર્યા. પંડિતજી નેત્રહીન હતા. એક રાત્રે તેમના સપનામાં શનિદેવે દર્શન આપ્યા અને તેમને કહ્યું કે, શિંગનાપુરની જમીનમાં અંદર મારી પ્રતિમા છે, તમે તેને બહાર કાઢો. એના પર પંડિતજીએ શનિદેવને અનુરોધ કર્યો કે તેઓ જોઈ નથી શકતા, એવામાં એ મૂર્તિને કેવી રીતે બહાર કાઢશે. પંડિતે શનિદેવને કહ્યું કે તે જોઈ શકતા નથી, તેથી આ કાર્ય કરવામાં અસમર્થ છે. માન્યતાઓ અનુસાર, શનિદેવે ત્યારબાદ તેની દ્રષ્ટિ પાછી આપી દીધી.

Image Source

પૌરાણિક કથા અનુસાર, બીજી સવારે જયારે તેઓ જાગ્યા તો તે પોતાની દ્રષ્ટિ મેળવીને અત્યંત પ્રસન્ન થયા, અને શનિદેવ દ્વારા જણાવવામાં આવેલી જગ્યાનું ખોદકામ કર્યું તો ત્યાં ખરેખર શનિદેવની પ્રતિમા હાજર હતી. આ પછી શનિદેવની મૂર્તિને બહાર કાઢીને તેમની સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી, શિંગનાપુરમાં આ સ્થળે શનિદેવની પ્રતિમા સ્થાપિત છે. કહેવાય છે કે તે જ પંડિતના વંશજો આજે પણ શિંગનાપુરમાં ભગવાન શનિની પૂજા-અર્ચના કરે છે.

શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે અને શનિ વિગ્રહની પૂજા કરીને શનિના દુષ્પ્રભાવોથી મુક્તિનો આશીર્વાદ મેળવે છે. એવું માનવામાં આવે છે કે અહીં શનિ મહારાજને તેલનો અભિષેક કરનારા વ્યક્તિને શનિ ક્યારેય પરેશાન કરતા નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.