જ્યોતિષ શાસ્ત્ર

શનિદેવની પનોતી ઉતરતા કેમ લાગે છે વર્ષોની વાર? વાંચો ઊંડું રહસ્ય

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, અને કહેવાય છે કે શનિદેવને જેટલા પ્રસન્ન રાખીએ એટલા જ કષ્ટો જીવનમાં ઓછા આવે છે પરંતુ જે વ્યક્તિને શનિની પનોતી લાગી જાય છે એ ઘણા વર્ષો સુધી રહે છે, શનિની સદા સાતીની પનોતી સાડા સાત વર્ષ સુધી રહે છે, અને શનિદેવ પણ એક રાશિમાં અઢી વર્ષ સુધી નિવાસ કરે છે. પરંતુ તેની પાછળનું કારણ ઘણા ઓછા લોકો જાણે છે આજે તમને આ વિશેના કારણો જણાવીશું.

Image Source

સૌથી ભારે હોય છે શનિની સાડા સાતી:
શનિની સાડા સાતી જો કોઈપણ વ્યક્તિના માથે આવી જાય તો તેનું જીવન હેરાન પરેશાન થઈ જાય છે, જીવતે જીવત એ વ્યક્તિને નર્ક જેવી અનુભૂતિ થવા લાગે છે. શનિની આ પનોતી ભારેમાં આતીભારે પનોતી છે, આ પનોતી વર્ષોથી સુધી વ્યક્તિને હેરાન કરે છે.

Image Source

શા કારણે શનિદેવ લંગડાઈને ચાલે છે?
શનિદેવની ચાલ ધીમી છે, તે એક રાશિમાં અઢીવર્ષ સુધી રહે છે કારણ કે તે પગે લંગડાઈને ચાલે છે, તેમના એક પગમાં પીડા છે પરંતુ પીડા પાછળનું કારણ ઘણા ઓછા લોકો જાણે છે. પ્રાચીન સમયમાં એક ઋષિ હતા જેમનું નામ પિપ્પલાદ ઋષિ હતું। શનિદેવની સાડા સાતીની પનોતીના કારણે પિપ્પલાદ ઋષિના પિતાનું અકાળે આવસાન થયું જેના કારણે પિપ્પલાદ ઋષિ ગુસ્સામાં આવો ગયા અને બ્રમ્હદંડનું ધ્યાન ધરી, બ્રમ્હદંડથી શનિદેવ ઉપર પ્રહાર કર્યો, આ જોઈ ભગવાન શંકર પણ ચિંતામાં પડી ગયા.
ભગવાન શંકરે પિપ્પલાદ ઋષિને વિનંતી કરીને શનિદેવને ક્ષમા કરવા માટે વિનંતી પણ કરી, પરંતુ બ્રહ્મદંડ એકવાર નીકળી ગયા બાદ તેને પાછું લાવવું અશક્ય હતું જેના કારણે બ્રહ્મદંડથી બચવા માટે શનિદેવ આમ તેમ ભાગી રહ્યા હતા અને છેલ્લે તેમના પગમાં બ્રહ્મદંડ ટકરાઈને કાયમ માટે નષ્ટ થયું હતું. તેના કારણે શનિદેવના પગમાં હંમેશા માટે એ પીડા સ્થાઈ થઈ ગઈ છે. અને તેથી જ તેઓ લંગડાઈને ચાલે છે.

Image Source

ભગવાન શંકરે પિપ્પલાદ ઋષિને શાંત કરાવ્યા:
પોતાના પિતાના અકાળે થયેલા આવસાનના કારણે ક્રોધિત થયેલા પિપ્પલાદ ઋષિને શાંત કરવાનું બીડું ભગવાન શંકરે ઝડપ્યું, પિપ્પલાદ ઋષિએ જયારે ક્રોધિત થઈને શનિદેવ ઉપર બ્રમ્હદંડથી પ્રહાર કર્યો ત્યારે ભગવાન શંકરે પિપ્પલાદ ઋષિને સમજાવ્યા કે આ બધું વિધિ નિર્મિત હતું અને ન્યાયના ભાગ રૂપે જ શનિદેવને આમ કરવાની ફરજ પડી છે, શનિદેવ હવે  જન્મથી લઈને 16 વર્ષ સુધી સાડાસાતી નહીં આપી શકે ત્યારબાદ પિપ્પલાદ ઋષિ શાંત થયા હતા.

Image Source

સાડાસાતીથી બચવાનો ઉપાય:
બ્રમ્હદંડના પ્રહારથી બચવા માટે ભગવાન શંકરે શનિદેવને પીપળાના ઝાડમાં છુપાવા માટે કહ્યું હતું જેના કારણે શનિદેવે ભગવાન શિવને વચન આપ્યું હતું કે જે લોકો શિવની અને પીપળાના વુક્ષની પૂજા કરશે તે લોકોને સાડા સાતીની પનોતીમાં કષ્ટ નહિ પડે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.