ગ્રહોમાં શનિદેવને કર્મોના ફળ દેનારા માનવામાં આવ્યા છે. શનિદેવની પૂજા લોકો પુરી શ્રદ્ધાની સાથે કરે છે. શનિદેવ લોકોને પોતાના કર્મના હિસાબે ફળ આપે છે. મોટાભાગે જોવામાં આવ્યું છે કે શનિવારના દિવસે શનિદેવ પર તેલ ચઢાવવામાં આવે છે અને તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.

તેલ અને શનિદેવની વચ્ચે આખરે શું સંબંધ છે? એવું શા માટે છે કે શનિદેવને તેલ ચઢાવવામાં આવે છે? શનિદેવને તેલ ચઢાવવાની પાછળ બે પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે.

શનિદેવને કર્મફળ દાતા એટલે કે કર્મોના ફળ આપનારા માનવામાં આવ્યા છે, તેની પૂજા કરવાના સમયે તેલ ચઢાવવાની ખુબ માન્યતા છે. આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે શનિદેવ પર તેલ ચઢાવવામાં આવે છે.

પહેલી કથા રાવણ સંબંધિત આધારિત છે:
માનવામાં આવે છે કે રાવણ પોતાના અહંકારમાં આવી ગયો હતો અને તેણે પોતાના બળથી દરેક ગ્રહોને બંદી બનાવી લીધા હતા. શનિદેવને પણ તેને બંદીગ્રહ બનાવીને ઉલ્ટા લટકાવી દીધા હતા. તે જ સમયે હનુમાનજી પ્રભુ રામના દૂત બનીને લંકા ગયા હતા.

તે જ સમયે રાવણે હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવી દીધી હતી, જેનાથી ક્રોધીત થઈને હનુમાનજીએ પુરી લંકા સળગાવી નાખી અને દરેક ગ્રહ આઝાદ થઇ ગયા પણ ઉલ્ટા લટકેલા હોવાને લીધે શનિના શરીરમાં ભયંકર દર્દ થઇ રહ્યું હતું, શનિના દર્દને શાંત કરવા માટે હનુમાનજીએ તેના શરીર પર તેલથી માલિશ કરી અને શનિદેવ દર્દ મુક્ત થઇ ગયા. તે જ સમયે શનિદેવ કહ્યું કે જે પણ વ્યક્તિ શ્રદ્ધા ભક્તિથી મારા પર તેલ ચઢાવશે તેઓને દરેક સમસ્યાઓથી મુક્તિ મળી જાશે. ત્યારથી લઈને શનિદેવ પર તેલ ચઢાવવાની પરંપરા શરૂ થઇ ગઈ હતી.

બીજી કથા અનુસાર શનિદેવ અને હનુમાનજીમાં થયું યુદ્ધ:

બીજી કથા અનુસાર એક વાર શનિદેવને પોતાના બળ અને પરાક્રમ પર ઘમંડ થઇ ગયું હતું. પણ તે કાળમાં ભગવાન હનુમાનના બળ અને પરાક્રમની કીર્તિ પણ ચારે દિશાઓમાં ફેલાયેલી હતી. જ્યારે શનિદેવને ભગવાન હનુમાન વિશે ખબર પડી તો તે ભગવાન હનુમાન સાથે યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા. જ્યારે ભગવાન શનિ હનુમાનજીની પાસે પહોંચ્યા તો જોયું કે ભગવાન હનુમાન એક શાંત સ્થાન પર પોતાના સ્વામી શ્રીરામની ભક્તિમાં લિન બેઠા છે. શનિદેવે તેને જોતા જ તેને યુદ્ધ માટે લલચાવ્યા.

જ્યારે હનુમાનને યુદ્ધની વાત સાંભળી તો તે શનિદેવને સમજાવવા માટે પહોંચ્યા પણ શનિદેવે તેની એક વાત ન માની અને યુદ્ધ માટે મક્કમ રહ્યા. જેના પછી ભગવાન હનુમાન અને શનિદેવની વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં શનિદેવ ભગવાન હનુમાનથી પુરી રીતે ઘાયલ થઇ ગયા, જેને લીધે તેના શરીરમાં ભયાનક પીડા થાવા લાગી. જેના પછી હનુમાનજીએ શનિદેવને તેલ લગાડવા માટે આપ્યું. જેનાથી તેનું પૂરું દર્દ ગાયબ થઇ ગયું. જેને લીધે શનિદેવે કહ્યું કે જે મનુષ્ય મને સાચા મનથી તેલ ચઢાવશે, હું તેની દરેક પીડાને હરી લઈશ અને દરેક મનોકામના પુરી કરી દઈશ.

આજ કારણને લીધે ત્યારથી શનિદેવ પર તેલ ચઢાવવાની પરંપરાની શરૂઆત થઇ અને શનિવારનો દિવસ શનિદેવનો માનવામાં આવે છે અને આ દિવસે શનિદેવ પર તેલ ચઢાવવાથી જલ્દી જ લોકોની મનોકામના પૂર્ણ થઇ જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App