જ્યોતિષ શાસ્ત્ર

આ લોકો પર નથી થતી શનિની સાઢે સાતીની ખરાબ અસર! જાણો શું છે તેનું કારણ

તમારા કર્મોના આધાર પર ન્યાયના કારક ગ્રહ શનિનું નામ સાંભળતા જ ઘણા લોકોમાં ડરથી ધ્રુજવા લાગે છે. એ હકીકત છે કે શનિ કર્મના આધારે દંડિત કરે છે અને કર્મોના આધારે ન્યાય પણ આપે છે.

Image Source

જ્યોતિષોના આધારે શનિનું ગોચર હંમેશા દરેક કોઈ માટે અશુભ નથી હોતું, કર્મના આધાર પર ખરાબ કર્મ કરનારાઓને દંડ તો શુદ્ધ કર્મ કરનારાઓને શનિદેવ વરદાન અને આશીર્વાદ આપે છે. જો કે જ્યોતિષશાસ્ત્રના આધારે આજે અમે તમને જણાવીશું કે કેવા લોકો પર શનિની સાઢેસાતી શુભ ફળ આપનારી હોય છે.

Image Source

માનવામાં આવે છે કે જ્યારે લોકોની કુંડળીમાં કોઈ શુભ ગ્રહની દશા કે મહાદશા ચાલી રહી હોય છે, અને તે દરમિયાન શનિની સાઢેસાતી પણ છે તો એવી પરિસ્થિતિમાં શનિ આવા લોકો પર શનિ પોતાની કુટિલ દ્રષ્ટિ બનાવે છે, પણ લોકોને સફળતા પ્રદાન કરે છે.

Image Source

જ્યોતિષોના આધારે જે લોકો પર શનિની કૃપા બનેલી રહે છે તેઓ ગમે તેવી કઠિન મુશ્કેલીઓમાંથી પણ સફળ થઇ જાય છે. એવામાં આવો તો જણાવીએ કે કેવા લોકો પર શનિની કૃપા વરસે છે.

Image Source

1. જે લોકો પોતાની મહેનત અને બુદ્ધિથી સફળતા મેળવે છે અને બીજાની મદદ લેવાનું પસંદ નથી કરતા અને આત્મનિર્ભર હોય છે અને પોતાના દમ પર આગળ વધે છે.

Image Source

2. એવા લોકો કે જેનો પરિવાર પૂર્ણ હોય છતાં પણ એકલાપણુ લાગતું હોય, માનવામાં આવે છે કે આવું એટલા માટે કેમ કે શનિદેવ તેને દરેક પ્રકારના ભ્રમથી દૂર રાખવા માંગે છે, જેથી તેને રીશ્તોની હકીકતનું જ્ઞાન થઇ શકે.

3. તેના સિવાય શનિદેવ લાલચ, છલ, કપટ વેગેરે વસ્તુઓને નાપસંદ કરે છે માટે જે વ્યક્તિ પર તેની કૃપા બને છે તેવા લોકો આવી વસ્તુઓથી દૂર રહેનારા હોય છે.

Image Source

4. શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિ પોતે જ ન્યાયપ્રિય છે માટે તેની કૃપા મેળવનારા લોકો પણ ન્યાય અને સત્યનો સાથ આપનારા હોય છે. આ સ્વભાવના લોકો ન તો ખોટા માર્ગ પર ચાલે છે કે ન તો ખોટાનો સાથ આપે છે. સત્યનો સાથ આપવાને લિધે જ આ લોકો અન્ય લોકો સાથે જોડાઈ નથી શકતા. સમાજમાં લોકોએ આવા ગુણોને ખામી માની લીધી છે.

Image Source

5. જ્યોતિષના આધારે તુલા રાશિ શનિની સૌથી પ્રિય રાશિ છે. શનિના આ પ્રભાવને લીધે આ રાશિના લોકો સત્ય અને ઇમાનદારીથી જીવન જીવનારા હોય છે. આ સિવાય કુંભ રાશિ પર પણ શનિની વિશેષ કૃપા બને છે.

6. કુંભ રાશિના લોકો સરળ અને શાંત સ્વભાવના હોય છે માટે આ લોકો શનિને ખુબ જ પ્રિય હોય છે. મકર રાશિના સ્વામી પણ શનિ જ છે માટે મકર રાશિ પર પણ શનિની કૃપા દ્રષ્ટિ બનેલી રહે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.