ધાર્મિક-દુનિયા

શ્રી શનિદેવ મંદિર હાથલાનો સંપૂર્ણ ઇતિહાસ જાણો અહીં ક્લિક કરીને

શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ અનુસાર, ગુજરાતના જામનગર જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામ ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું જન્મ સ્થળ હોવાનું કહેવાય છે. ભક્તો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે અહીં દેશ-વિદેશથી દર્શને આવે છે. આ શનિદેવનું સૌથી પ્રાચીન મંદિર છે, અહીં પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન 6-7મી સદીની મૂર્તી, શનિકુંડ સહિતની વસ્તુઓ અહીં મળી આવી હતી. આ વસ્તુઓ અને અવશેષો 1500 વર્ષ જૂના છે. જેને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.

Image Source

અહીં ભગવાન શનિદેવના મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ આવેલો છે. માહિતી અનુસાર, આ મંદિર જેઠવાઓના ઘુમલી રાજ્ય પહેલા મૈત્રકકાલીન કાળમાં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર વિશે એવું કહેવામા આવે છે કે શનિદેવ અહીં હાથીની સવારી પર આવ્યા હતા અને અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું.

Image Source

આ ઐતિહાસિક સ્થળે શનિશ્વરી અમાસના રોજ ભારતભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામનાઓ પુરી કરવા માટે, કેટલાક લોકો પોતાની પનોતી દૂર કરવા અને શનિદોષમાંથી મુક્તિ મેળવવા ભગવાન શનિદવને પ્રાર્થનાઓ કરે છે. આખા દેશમાં શનિદેવનું આ એક જ એવું મંદિર છે કે અહીં સ્ત્રી હોય કે પુરુષ, બધા જ ભક્તો પોતાની જાતે ભગવાનની પૂજા કરી શકે છે. અહીં શનિદેવના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે.

Image Source

આ શનિ મંદિરની બહાર એક શનિકુંડ આવેલો છે. એવી વાયકા છે કે સાડા પાંચ હજાર વર્ષો પહેલા જયારે પાંડવો કૌરવો સામે ચોપાટ રમીને હારી ગયા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કહ્યું હતું કે તેમની ઉપર શનિદેવની અવકૃપા ચાલે છે જેથી પાંચે ભાઈઓ શનિધામ જઈને કુંડમાં સ્નાન કરીને શનિદેવની પૂજા-અર્ચના કરશો તો શનિદેવ કૃપા વરસાવશે. પૌરાણિક માન્યતા અનુસાર, પાંડવોએ આ મંદિરમાં પૂજા કર્યા બાદ જ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે પણ હજારો ભક્તો શનિકુંડમાં સ્નાન કરીને પનોતી ઉતરવા માટે પૂજા કરે છે.

Image Source

પ્રાચીન સમયમાં મુદગલ ઋષિ આ સ્થળે ઘણો સમય રહયા હતા અને શનિદેવની ભક્તિ કરી હતી. મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શનિદેવ હાથી પર વિરાજમાન થઈને જે જગ્યા પર પ્રગટ થયા હતા એ સ્થળ હસ્તીન સ્થળ કહેવાય છે. હાથી પર સવાર સુખ, શાંતિ, સમૃદ્ધિના શનિદેવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જે પણ વ્યક્તિ મામા અને ભાણેજ સાથે અહીં દર્શને આવશે તેને શનિદેવની કઠોર દ્રષ્ટીમાંથી મુક્તિ મળશે. એટલે જ અહીં કુંડમાં સાથે સ્નાન કરીને મામા અને ભાણેજ સાથે જ પૂજા કરે તો શનિદેવની પનોતી નથી નડતી.

Image Source

શાસ્ત્રો અનુસાર, શનિદેવના 10 સ્વરૂપો છે અને દસ વાહનો અને દસ પત્નીઓ છે. જેમાંથી શનિદેવ બાળ સ્વરૂપે હાથીની સવારી કરે છે, જે સ્વરૂપ હાથલાના શનિદેવના મંદિરમાં જોવા મળે છે. આ સિવાય કશે પણ શનિદેવ હાથી પર વિરાજમાન જોવા મળતા નથી. અહીં શનિદેવ હાથી પર વિરાજમાન હોવાના કારણે આ ગામનું નામ હાથલા પડ્યું હતું.

Image Source

પુરાતત્વ વિભાગ આ મંદિરને પનોતી મંદિર તરીકે પણ ઓળખાવે છે. શનિદેવ અહીં પોતાની પત્ની પનોતી સાથે આવ્યા હોવાથી આ મંદિર પનોતી મંદિર પણ કહેવાય છે. અહીં આવતા લોકો પોતાના પગરખા પણ મંદિરે જ મૂકીને આવે છે. માન્યતા અનુસાર, પનોતી રૂપ પગરખા અમન્દિરે ઉતારી દેવાથી જીવા પનોતી ફરી નથી આવતી. આ સ્થળ જામનગર જિલ્લાના ભાણવડ ગામથી 20 કિલોમીટર દૂર આવેલું છે.

Image Source

શનિદેવના આ મંદિરમાં શનિદેવની સાથે સાડા સાતી અને અઢી વર્ષની પનોતીની મૂર્તિઓ પણ છે. અહીં શનિ જયંતિ, શનિ અમાવસ્યા અને શનિવારના દિવસે તહેવાર જેવો માહોલ હોય છે. શનિ જયંતિ નિમિત્ત દૂરદૂરથી ભૂકો અહીં પગપાળા દર્શન માટે આવે છે. આ મંદિરના દરવાજા ન હોવાના કારણે આ મંદિર ભક્તો માટે 24 કલાક ખુલ્લું રહે છે.

Image Source

કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો…!!!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.