જ્યોતિષ શાસ્ત્ર

આ છે 3 નસીબદાર રાશિઓ, જેના પર શનિદેવ હંમેશા રહે છે મેહરબાન, આ લોકોને આપે છે સૌથી વધારે કષ્ટ

શનિદેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે, તે તેને જ કષ્ટ પહોંચાડે છે જેઓ ખરાબ કર્મ કરે છે. માટે જ કહેવામાં આવે છે કે હંમેશા દરેક સારા કર્મો જ કરવા જોઈએ. જે વ્યક્તિઓ પર શનિદેવની ટેઢી કે ઢૈય્યા હોય છે તેઓના બનેલા કામ પણ બગડવા લાગે છે અને ઘણા પ્રકારની સમસ્યાઓ પણ આવે છે.

Image Source

જો કે શનિદેવ કર્મના હિસાબે લોકોને ન્યાય આપે છે. નવ ગ્રહોમાં શનિદેવને ન્યાયાધિપતિનો દર્જો મળ્યો છે. 12 રાશિઓમાની ત્રણ રાશિઓ એવી છે જેના પર શનિદેવની કૃપા વરસતી રહે છે, કેમ કે આ ત્રણ રાશિઓ મહેનત અને સારા કર્મો કરવા પર વિશ્વાસ રાખે છે.

1. તુલા રાશિ:
શનિદેવની નજરમાં તુલા રાશિ સૌથી પ્રિય છે, આ રાશિના સ્વામી શુક્રગ્રહ છે. આ રાશિના લોકો મહેનત અને ઈમાનદાર પ્રવૃત્તિના હોય છે જેને લીધે શનિદેવની કૃપા હંમેશા તેઓના પર વસરતી રહે છે અને લોકોનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે. શનિદેવ હંમેશા પ્રસન્ન રહે અને ભક્તો પર કૃપા વરસાવતા રહે છે તેના માટે તુલા રાશિના લોકોએ તેની પૂજા ચોક્કસ કરવી જોઈએ.

Image Source

2. કુંભ રાશિ:
કુંભ રાશિના લોકો પર શનિદેવની શુભ છાયા હંમેશા રહે છે, આ રાશિના સ્વામી પણ શનિદેવ જ છે. માટે આ રાશિને ક્યારેય કોઈપણ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. શનિદેવ કુંભ રાશિ પર ખુબ પ્રસન્ન રહે છે કેમ કે, આ લોકો ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરવા માટે તત્પર રહે છે અને મહેનતના દમ પર પોતાની ઓળખાણ બનાવે છે.

3. મકર રાશિ:
મકર રાશિના સ્વામી પણ શનિદેવ જ છે. માટે આ રાશિ પર શનિદેવની અપાર કૃપા વરસે છે. શનિદેવના શુભ પ્રભાવથી આ રાશિના લોકોને દરેક પ્રરકનું સુખ પ્રાપ્ત થાય છે અને તેનું ભાગ્ય પણ હંમેશા તેઓના પર મહેરબાન રહે છે.