ઘરમાં ધન-યશ, માન-સન્માન જોઈએ છે? તો બસ આટલું કરો
સૂર્યપુત્ર શનિદેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે. નવગ્રહોમાં સૂર્ય પછી બીજા પ્રમુખ ગ્રહ શનિદેવ માનવામાં આવે છે. જો દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધન-યશ, માન-સન્માન મેળવવા માંગો છો તો શનિદેવની પૂજા-અર્ચના ચોક્કસ કરવી જોઈએ. શનિદેવના પ્રકોપથી બચવા માટે નીચે આપેલી બાબતો ક્યારેય ન કરવી જોઈએ. જો શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો આ બાબતો કરવાથી બચવું જોઈએ.

1. શનિવારના દિવસે ચાંદીના આભૂષણ ખરીદીને કોઈને પણ ભેટના સ્વરૂપે ક્યારેય પણ આપવું ન જોઈએ, આવું કરવાથી વ્યક્તિ કર્જદાર બની જાય છે. 2. શનિવારના દિવસે સફેદ મોતી ખરીદીને ભેટ કરવાથી યંત્રોથી થનારી દુર્ઘટનાના યોગ બનવા લાગે છે.

3. શનિવારના દિવસે તાંબાના વાસણોનું દાન કરવાથી વ્યક્તિને વ્યાપારમાં હાની થવા લાગે છે. 4. શનિવારના દિવસે ચાંદી, લોખંડ કે પછી સ્ટીલથી બનેલી કાતર ખરીદીને ભેટ સ્વરૂપે આપવાથી સંબંધમાં તિરાડ આવે છે.
5. શનિવારના દિવસે લાલ રંગના કપડા ખરીદીને અન્યને ભેટ આપવાથી વ્યક્તિની સામાજિક છબી ખરાબ થઇ શકે છે.

6. શનિવારના દિવસે સફેદ રંગના કપડા ખરીદીને ભેંટ આપવાથી વ્યક્તિએ પારિવારિક કલેશનો સામનો કરવો પડી શકે છે. 7. શનિવારના દિવસે ચમેલીનું અત્તર ખરીદીને કોઈને પણ ભેટ સ્વરૂપે આપવાથી વ્યક્તિ અનેક રંગોથી ઘેરાવા લાગે છે.

8. શનિવારના દિવસે કોઈ બીજાના જૂતા-ચપ્પલ ક્યારેય પણ પહેરવા ન જોઈએ. 9. શનિવારના દિવસે કોઈને પણ કારણ વગર હેરાન-પરેશના ન કરવું જોઈએ કે ન તો ખોટું બોલીને તમારું કાર્ય સિદ્ધ કરાવવું જોઈએ.