શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે શનિ ભગવાન કર્મોના અનુસાર જ ફળ આપે છે. શનિદેવ તેઓને જ નુકસાન પહોંચાડે છે જેઓના કર્મો ખરાબ હોય છે. જે લોકોના કર્મો સારા હોય છે શનિ ભગવાન તેઓની સાથે સારો વર્તાવ કરે છે. શનિવારના દિવસે ભગવાન શનિની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રોના આધારેતમે જો શનિ ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો તો શનિવારે આ 10 ઉપાય ચોક્કસ કરો.

1. સમાજના નીચેના હોદ્દાના લોકો અને આર્થિક રૂપે કમજોર લોકોની મદદ કરનારાઓથી શનિદેવ ખુબ પ્રસન્ન થાય છે અને તેના સારા કર્મો માટે સારું ફળ પણ આપે છે.
2. શનિવારે કાળા તલ અને ગોળ કીડીઓને ખવડાવો, તેનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

3. શનિવારના દીસવે ગાયની સેવા કરવી જોઈએ અને શનિવારની સાંજે ગાયને ચારો ખવડાવવો જોઈએ તેનાથી શનિદેવ ખુબ પ્રસન્ન થાય છે.
4. શનિવારે કાળા અળદ, તેલ, કાળો ધાબળો, કાળું કપડું કે પછી લોખંડની વસ્તુ બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ.

5. શનિવારે શક્ય હોય ત્યાં સુધી કાળા રંગના કપડા પહેરો.
6. બને ત્યાં સુધી કોઈ અન્યની સાથે ક્યારેય પણ ખરાબ વર્તાવ ન કરો. જેટલી બની શકે તેટલી બીજાની મદદ કરો. કહેવામાં આવે છે કે શનિદેવ તેનાથી ખુબ પ્રસન્ન થાય છે.

7. શનિવારના દિવસે પીપળાના ઝાડ પર શનિદેવની મૂર્તિની પાસે તેલ ચઢાવો કે પછી તેલ કોઈ ગરીબ લોકોને દાન કરો.
8. શનિવારના દિવસે ચામડાના બુટ-ચપ્પલ દાન કરવાથી પણ શનિદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દેશે.

9. શનિવારે તમારા ભોજનમાંથી અમુક ભાગ કાઢીને કાગડાઓને ખવડાવવો જોઈએ.
10. શનિવારના દિવસે વ્રત પણ રાખો અને એક જ સમય ભોજન કરો અને જ્યૂસનું સેવન કરો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ