શનિ બદલવા જઈ રહ્યા છે રાશિ, આ રાશિના લોકો પર પડશે સૌથી વધુ અસર

આ લોકોને આ તારીખથી શનિની સાડાસાતીમાંથી મળશે મુક્તિ

Shani Gochar 2022: શનિ ગ્રહનું નામ સાંભળતા જ લોકોના મનમાં ડર લાગવા લાગે છે. કારણ કે શનિની ખરાબ નજર કોઈપણ વ્યક્તિના જીવનમાં સમસ્યા પેદા કરી શકે છે. જો કે શનિ દેવ અશુભ ફળની સાથે સાથે શુભ ફળ પણ આપે છે. જો કાઈના પર શનિ દેવની કૃપા દ્રષ્ટી પડી જાય તો તેનું જીવન ધન્ય બની જાય છે.

તમને જણાવી દઈએ કે શનિ દેવ 29 એપ્રિલના રોજ રાશિ બદલવા જઈ રહ્યા છે. તેનાથી કેટલાક રાશિના લોકોની સાડા સાતી, ઢૈયા ખતમ થઈ જશે, તો કેટલાક રાશિના લોકોની શરૂ થશે. તેથી શનિનું આ રાશિ પરિવર્તન કેટલાક માટે આશિર્વાદ તો કેટલાક માટે સમસ્યા લઈને આવી રહ્યું છે. શનિ પોતાની જ રાશિ કુંભમાં ગોચર કરશે. આ ગોચર 3 રાશિના લોકો માટે શુભ સાબિત થશે. શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

1.મેષ રાશિ: મેષ રાશિના લોકો માટે શનિુનું ગોચર સારા દિવસો લઈને આવી રહ્યું છે. તેમની આર્થિક સ્થિતિ સુધરશે. વેપાર ધંધો કરતા લોકોને નવા નવા કામો મળશે. અટવાયેલા પૈસા પરત મળશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. શરીર સ્વાસ્થ્ય સારુ રહશે.

2.વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોને શનિનું રાશિ પરિવર્તન અનેક લાભો લઈને આવ્યું છે. તેમના જીવનમાં રહેલી અનેક સમસ્યાઓનો અંત આવશે. તેમને વેપાર ધંધા અને નોકરીમાં સારી સફળતા મળશે. પરિવારનો સાથે મળશે. પૈસાની તંગી દૂર થશે. મિત્રોની મદદથી વ્યવસાયમાં સફળતાના શિખરો સર કરશો. રાજકારણમાં ઉચ્ચ પદ પામશો.

3.ધન રાશિ: ધન રાશિના લોકોને શનિની સાડા સાતીથી મુક્તિ મળશે. જીવનમાં રહેલી સમસ્યાનો અંત આવશે. સમાજમાં માન સન્માન વધશે. જુના રોગમાંથી મુક્તિ મળશે. વેપારમાં નવા નવા પ્રોજેક્ટ મળશે. નોકરીયાત લોકોને ઈક્રિમેન્ટ મળશે. બેરોજગારોને નોકરીની તકો મળશે. લોકોનો સાથ સહકાર મળશે. ઓફીસમાં તમારા કામની કદર થશે.

શનિની સાડાસાતી એટલે શું? આપણે ઘણીવાર શનિની સાડાસાતી વિશે સાંભળતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે શનિની સાડા સાતી શું હોય છે? આ અંગે જ્યોતિષ શાસ્ત્રમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે, સાડા સાત વર્ષ સુધી ચાલનારી દિશાને શનિના ગ્રહની દિશા કહેવામાં આવે છે. જ્યારે અન્ય ગ્રહની તુલના પર શનિની ચાલ સૌથી ધીમી હોય છે. અને શનિ એક રાશિમાં ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી રહે છે. ત્યાર પછી શનિ બીજી રાશિમાં ગોચર કરે છે. નોંધનિય છે કે, શનિ એક સાથે ત્રણ રાશિને પ્રભાવિત કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, શનિનું એક ચરણ અઢી વર્ષનું હોય છે. અને પહેલા ચરણમાં શનિથી વ્યક્તિ માનસિક રીતે પરેશાન થાય છે. બીજા ચરણમાં આર્થિક અને શારીરિક રીતે વ્યક્તિને નુકશાન થાય છે. જ્યારે ત્રીજા ચરણમાં શનિની સાડા સાતી સારી માનવામાં આવે છે. કેમ કે આ સમયમાં શનિદેવ તમને થયેલા નુકસાનની ભરપાઈ કરે છે.

YC