વર્ષના અંતમાં થશે શુક્ર-શનિની મહાયુતિ, વર્ષો પછી રચાશે અદ્ભુત સંયોગ, આ 4 રાશિના જાતકોનું શાનદાર રહેશે નવું વર્ષ, થશે છપ્પડફાડ ધનવર્ષા!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2025 પહેલા ગ્રહોનa અનોખો સંયોગ બનવા જઈ રહ્યો છે. 28 ડિસેમ્બરે શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે જ્યાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. વર્ષ 2024 પૂરું થાય તે પહેલા જ કુંભ રાશિમાં શુક્ર અને શનિની મહાયુતિ બનશે. 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. આ અદભુત ખગોળીય ઘટનાની રાશિ ચક્રની 4 રાશિઓ પર સકારાત્મક અસર થશે. વાસ્તવમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનાર શુક્ર ગ્રહ ટૂંક સમયમાં જ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે,

જેના કારણે શુક્રનો સંયોગ પરિણામ આપનાર શનિ સાથે બની રહ્યો છે. 28 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 7:12 વાગ્યે, ધન, સમૃદ્ધિ અને સુંદરતાનો સ્વામી શુક્ર ગોચર કરશે. શનિ સાથે શુક્રની યુતિ બનશે. તો જાણો શુક્ર અને શનિની અદભુત યુતિ કઈ રાશિને લાભ કરાવશે.

વૃષભ રાશિ

શુક્ર અને શનિની યુતિ વૃષભ રાશિના લોકોને કારકિર્દીમાં ઉન્નતિ કરાવશે. વેપારમાં ભાગીદારોનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે. કાર્ય સ્થળ પર અધિકારીઓનું સમર્થન પ્રાપ્ત થશે. સરકાર તરફથી સાથ સહકાર મળવાની સંભાવના.

કર્ક રાશિ

કર્ક રાશિ માટે પણ શનિ અને શુક્રની મહાયુતિ લાભકારી સિદ્ધ થશે. અટકેલા પૈસા પરત મળશે અને ધનની આવકના નવા સ્ત્રોત ખુલશે. કર્ક રાશિના લોકો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે શુક્ર અને શનિની યુતિ અત્યંત શુભ છે. નવું ઘર કે જમીનની ખરીદીના યોગ બની શકે છે. પરિવારનો સહયોગ મળશે. રોગથી છુટકારો મળવાની સંભાવના. કારકિર્દીમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકોનું પદ વધી શકે છે.

મકર રાશિ

મકર રાશિના લોકોને શનિ અને શુક્ર રોજગાર અને કરિયરમાં નવી સંભાવનાઓ અપાવશે. અવિવાહિત જાતકોના વિવાહના યોગ બની શકે છે. વેપારમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. સુખ અને ઐશ્વર્યના સાધન પ્રાપ્ત થશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle