22 વર્ષ બાદ આ રાશિના લોકો શનિની સાડા સાતીની ઝપેટમાં આવશે, જાણો શું થશે અસર

આપણા ધાર્મિક ગ્રંથોમાં શનિ દેવ અંગે ઘણી વાતો કહેવામાં આવી છે. કહેવાય છે કે શનિની કૃપા કોઈના પર પડે તો તે વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે અને જો શનિની વાંકી દ્રષ્ટી કોઈના પર પડે તો વ્યક્તિનું ધનોતપનોત નિળશી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ શનિના રાશિ પરિવર્તન અંગે વાતો કરવામાં આવી છે. તેમનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે.

તમને જણાવી દઈએ કે શનિ એપ્રીલથી કુંભ રાશિમાં ગોચર શરૂ કરશે. જેની કેટલીક ખાસ રાશિના લોકો પર અશર થશે. કેટલાક લોકોને શનિની સાડા સાતીથી મુક્તિ મળશે તો કેટલાક તેની ઝપેટમાં આવશે. તમને જણાવી દઈએ કે શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ કુંભમાં ગોચર કરશે.

મિન રાશિ: 29 એપ્રીલ 2022માં શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મિન રાશિના જાતકોની સાડા સાતી શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે પુરા 22 વર્ષ બાદ આ રાશિના લોકો પર શનિની સાડા સાતી શરૂ થવા જઈ રહી છે. મીન બૃહસ્પતિ ગ્રહની રાશિ છે. આ રાશિ પર શનિની સાડા સાતી 17 એપ્રીલ 2030 સુધી રહેશે ત્યારે શનિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર તુલા,મકર,કુંભ,મીન અને ધન રાશિના જાતકો માટે શનિની સાડા સાતી તેટલી કષ્ટદાયક નથી હોતી જેટલી અન્ય રાશિના જાતકો માટે હોય છે. કેમ કે તુલા શનિની ઉચ્ચ રાશિ છે. તો બીજી તરફ શનિ મકર અને કુંભ રાશિઓનો સ્વામી છે. આ સાથે જ ધન અને મીન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પિત સાથે શનિના સંબંધ છે. એટલે કે બન્ને ગ્રહો ન તો એક બીજાના મિત્ર છે ન તો દુશ્મન. જેથી ધન અને મીન રાશિ પર શનિની સાડા સાતીનો વધુ પ્રભાવ નહીં પડે.

શનિની સાડા સાતીના ત્રણ ચરણ હોય છે. જેમા પહેલા ચરણને ઉદય ચરણ કહેવામાં આવે છે. જ્યારે બીજા ચરણને શિખર અને ત્રીજા ચરણને અસ્ત ચરણ. દરેક ચરણની અવધી અઢી વર્ષની હોય છે. 29 એપ્રીલ 2022ના રોજ મીન રાશિના જાતકોનું પહેલુ ચરણ શરૂ થશે, જે 29 માર્ચ 2025 સુધી ચાલશે. આ ચરણ દરમિયાન મીન રાશિના જાતકોને માનસિક અશાંતિ રહેશે. સાથે સાથે આર્થિક નુકશાન પણ સહન કરવું પડશે. કોઈપણ પ્રકારની લેવળ દેવળમાં ઉતાવળ ન કરવી, અને કોઈના પર વધુ ભરોસો ન કરવો.

YC