જ્યોતિષ શાસ્ત્ર

શનિની સાડેસાતી : આ 3 રાશિના જાતકો પર શનિદેવ પડશે ભારે

3 રાશિ પર શનિની સાડેસાતી શરુ, શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે કરો આ ઉપાય

જયોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવનું રાશિ પરિવર્તન જ શનિની સાડેસાતીનું શરૂ થવું હોય છે. શનિ જે પણ રાશિ પર વિરાજમાન હોય છે, તે પર તેમનો પ્રભાવ તો હોય છે આ સાથે જ અન્ય રાશિ પર પણ તે પ્રભાવ નાખે છે. શનિ દેવ જો કોઇ રાશિમાં અશુભ યોગમાં હોય છે તો તેનો પ્રભાવ તે રાશિ પર અશુભ હોય છે.

શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિ પર શનિની સાડાસાતી બેસી જશે. કેટલા પરથી મહાદશા દૂર થશે. શનિ કોઇ પણ રાશિમાં જવા માટે 30 વર્ષનો સમય લગાવે છે. તો આજે જાણીએ કઇ રાશિ માટે શનિદેવ મુશ્કેલી સર્જશે.

શનિદેવ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિ પોતાની અઢી વર્ષની અવધી મકર રાશિમાં પુરી કરીને 29 એપ્રિલે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિ શનિદેવની સ્વરાશિ છે. શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી મીન રાશિના જાતકો પર શનિદેવની સાડાસાતીનું પહેલુ ચરણ શરૂ થઇ જશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જે રાશિમાં અઢી વર્ષ રહે છે તે રાશિની પહેલી અને તેમના પછીની એક રાશિ પર સાડાસાતીનો પ્રભાવ રહે છે. શનિ જ્યારે મીન રાશિમાં ગોચર કરશે ત્યારે મકર રાશિના જાતકો શનિની સાડાસાતીથી મુક્તિ મેળવશે.

29 એપ્રિલ 2022 શનિ મકર રાશિને છોડીને સ્વયંની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થતાની સાથે જ ધન રાશિ પર ચાલી રહેલ શનિની સાડાસાતી દૂર થઇ જશે. શનિ 2022માં વક્રી ચાલથી મકર રાશિમાં ગોચર કરશે. શનિ મકર રાશિમાં વક્રી અને માર્ગી થવાથી ધન રાશિ પર ફરી થોડો સમય સાડાસાતી બેસી જશે. 2023માં ધન રાશિમાંથી પૂર્ણ રીતે શનિની સાડાસાતી પૂર્ણ થશે.

શનિના અશુભ પ્રભાવથી બચવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઇએ. માનવામાં આવે છે કે, શનિવારના દિવસે હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે. ભગવાન શિવની પૂજા કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે. જે વસ્તુ શનિને પસંદ છે તે વસ્તુઓનું દાન કરવું જોઇએ. શનિવારના દિવસે પીપળના ઝાડ પર સરસોના તેલનો દીવો કરવો જોઇએ.