આજથી આ 5 રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી, ક્યાક તમારી રાશિ તો નથીને ?

આ 5 રાશિના લોકો રહે સાવધાન, શનિની સાડા સાતી વર્તાવશે કહેર, જાણો બચવાના ઉપાયો

Shani Gochar 2022: શનિ ગ્રહ આ સમયે કુંભ રાશિમાં છે અને વક્રી ચાલ ચાલી રહ્યા છે. આ ચાલ ચાલતા ચાલતા તે મકર રાશિમાં પ્રવેશ કરશે. આજે એટલે કે 12 જુલાઈના રોજ શનિ મકર રાશિમાં ગોચર કરશે જેની તમામ 12 રાશિઓ પર અસર થશે. તેમાની પાંચ રાશિઓ પર તેની ખરાબ અસર થશે. મકરમાં શનિનું ગોચર આ રાશિના લોકો પર શનિની સાડા સાતી અને ઢૈયા શરૂ કરશે. આ સ્થિતિ જાન્યુઆરી 2023 સુધી યથાવત રહેશે, કેમ કે શનિ ત્યાં સુધી મકરમાં જ રહેશે.

આ પાંચ રાશિના જાતકોની મુશ્કેલી વધશે
શનિ મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ 5 રાશિઓ પર સાડા સાતી અને ઢૈયા શરુ થઈ જશે. તો બીજી તરફ કેટલીક રાશિના જાતકોને તેનાથી લાભ પણ થશે. મકરમાં શનિનું ગોચર ધન રાશિ પર સાડા સાતી શરૂ કરશે. સાથે કુંભ અને મકર રાશિવાળા પણ શનિનિ સાડા સાતીનો ભોગ બનશે. આ ઉપરાંત મિથુન અને તુલા રાશિના જાતકો શનિની ઢૈયાનો સામનો કરશે. તો બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પરથી ઢૈયા દૂર થવાથી તેમને રાહત મળશે.

બહુ કષ્ટ આપે છે સાડા સાતી અને ઢૈયા
શનિની સાડા સાતી અને ઢૈયા જાતકોને બહુ કષ્ટ આપે છે. શનિની ખરાબ નજર વ્યક્તિને આર્થિક, શારીરિક અન માનસીક એમ ત્રણેય પ્રકારે હેરાન કરે છે. તેમની સફળતાના રસ્તાઓ બંધ થઈ જાય છે. કિસ્મતનો સાથ નથી મળતો. વિના કારણ પૈસા ખર્ચાવા લાગે છે. આ ઉપરાંત શરીર સ્વાસ્થ્ય પણ સારુ નથી રહેતું અને પરિવારમાં ઝઘડા શરૂ થઈ જાય છે. તેથી વ્યક્તિ તણાવમાં આવી જાય છે.

સાડા સાતી અને ઢૈયાથી કેવી રીતે બચવું
શનિની ખરાબ નજરમાંથી મુક્તિ મેળવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, સારા કામો કરો. કોઈની સામે ખોટુ ન બોલો, દિવ્યાંગ,મજૂર અને વડિલોને હેરાન ન કરો અને ક્યારેય પણ તેમનું અપમાન ન કરો. શનિવારના દિવસે પીપળાના ઝાડ નીટે સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે, તેલ,કાળા તલ, અળદ,કાળા કપડાનું દાન કરો. શનિ દેવ એવા લોકો પર વધુ મહેરબાન થાય છે જે લોકો પ્રામાણીક હોય અને અન્ય લોકોની હંમેશા મદદ કરતા હોય.

YC