વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ રહેશે ભારે,જાણો ક્યાં લોકોએ સાવધાન રહેવુ પડશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ માનવામાં આવે છે. તેમને તેમનુ રાશિ ચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષ લાગે છે. આવી સ્થિતિમાં વર્ષ 2022માં શનિનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનને કારણે તેની અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોએ શનિ ઢૈય્યા અને શનિની સાડા સાતીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ શનિની સાડા સાતીનો અને શનિ ઢૈયાનો સામનો કરવો પડશે.

વર્ષ 2022 માં શનિની ઢૈયા : આવનારા નવા વર્ષ 2022માં 1 જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન અને તુલા રાશિવાળા પર શનિની ઢૈયા રહેશે. આ પછી 12મી જુલાઈ સુધી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈયા રહેશે. મકર રાશિમાં શનિના સંક્રમણ પર મિથુન અને તુલા રાશિના લોકો શનિ ઢૈયાની પકડમાં રહેશે. તેમને 17 જાન્યુઆરી 2023 સુધી શનિની દશાનો સામનો કરવો પડશે.

વર્ષ 2022માં શનિની સાડા સાતી : 1 જાન્યુઆરી, 2022 થી 29 એપ્રિલ સુધી, ધનુ, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડા સાતી રહેશે. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડા સાતી શરૂ થશે જ્યારે ધનુ રાશિના લોકોને તેનાથી મુક્તિ મળશે. 12 જુલાઈ સુધી કુંભ રાશિમાં રહ્યા બાદ શનિ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે ધનુ રાશિના લોકો ફરીથી શનિની પકડમાં આવશે અને મીન રાશિના લોકો 17 જાન્યુઆરી 2023 સુધી શનિની સાડા સાતીથી મુક્ત રહેશે.

YC