જ્યોતિષ શાસ્ત્ર

આગામી વર્ષમાં આ 4 રાશિના લોકો શનિના દોષમાંથી થશે મુક્ત થશે અને અન્ય રાશિઓને ચેતવણી જરૂર છે

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું ઘણું મહત્વ હોય છે, જયારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે, તો એનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડે છે. ત્યારે હવે લોકોના મનમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા છે કે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવનાર વર્ષમાં ગ્રહોની સ્થિતિમાં ઘણા બદલાવો થશે. આ જ વર્ષમાં શનિની સ્થિતિ પણ બદલાશે. શનિ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે, જેથી કેટલીક રાશિઓને ફાયદો થશે તો કેટલીક રાશિઓની પરેશાનીઓ વધી જશે.

Image Source

આ આજ વર્ષે જાન્યુઆરીના રોજ શનિ ધનુ રાશિ છોડીને પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરશે. આની સાથે જ 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી આ મકર રાશિમાં વક્રી રહેશે અને 27 ડિસેમ્બરે અસ્ત થશે. ધન અને મકર રાશિમાં પહેલાથી જ શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો હતો, હવે કુંભ રાશિ માટે પણ સાડાસાતીનું પહેલું ચારણ શરુ થઇ જશે. તો જોઈએ કે કઈ રાશિ પર શનિદેવનો પ્રભાવ સારો રહેશે અને કઈ રાશિઓ પર શનિદેવનો પ્રકોપ થશે.

આ ચાર રાશિઓ થશે શનિદેવના પ્રકોપથી મુક્ત –

ધન રાશિ – શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે, એટલે જયારે શનિ ધન રાશિને છોડીને મકરમાં પ્રવેશ કરશે ત્યારે ધન રાશિવાળા જાતકોની બીજા ચરણની સાડાસાતી ખતમ થઇ જશે અને ત્રીજા ચરણની સાડાસાતી શરુ થશે, જેથી ધન રાશિવાળા લોકોના જીવનની તકલીફો પહેલા કરતા ઓછી થવા લાગશે. થોડી માસિક અને શારીરિક સમસ્યાઓ રહેશે પણ એ પાછલા વર્ષો કરતા વધુ અનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિ –

શનિના ધન રાશિથી મકર રાશિમાં જવાથી વૃશ્ચિક રાશિના લોકોને શનિના ચંગૂલથી મુક્તિ મળશે. છેલ્લા અઢી વર્ષમાં જે મહેનત કરી છે તેના શુભ પરિણામો મળવાનું શરૂ થશે. આ વર્ષ તમારા માટે આનંદદાયક અને પ્રગતિદાયક રહેશે. માનસિક તાણ અને મૂંઝવણ ઓછી થશે. તેમને ઘણા આનંદદાયક સમાચાર મળશે.

વૃષભ રાશિ – શનિનો મકર રાશિમાં પ્રવેશ તમારા માટે પણ રાહત લાવશે. વૃષભ રાશિના જાતકો શનિની અઢી વર્ષની પનોતીના પ્રભાવથી મુક્ત થશે. જીવનમાં ચાલી રહેલી ઉત્તર-ચઢાવવાળી પરિસ્થિતિ ઓછી થશે. જીવનની ગાડી શાંતિથી પાટા ઉપર દોડશે. મકર રાશિમાં શનિના જવાની સાથે જ પનોતીની અસર ખતમ થઇ જશે.

કન્યા રાશિ – છેલ્લા અઢી વર્ષ આ રાશિના જાતકો શનિની પનોતીની અસરમાં ચાલી રહયા હતા, શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકો પણ પનોતીથી મુક્ત થઇ જશે. મહેનતનું ફળ હવે જલ્દી મળશે. આર્થિક લાભના અવસર મળશે. ધારેલી જીવનમાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડશે. પનોતી ખતમ થઇ જવાથી તમામ પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળી જશે.

શનિના મકર રાશિમાં પ્રવેશ કરવાથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરુ થઇ જશે અને મિથુન અને તુલા રાશિના જાતકો પર અઢી વર્ષની પનોતી લાગી જશે. એવામાં આ રાશિના જાતકોની આવનારું આખું વર્ષ સંઘર્ષમય બની શકે છે.

આ સિવાય બીજી રાશિઓ પર શનિના રાશિ પરિવર્તનનું શું અસર થશે જાણો –

મેષ – મેષ રાશિના જાતકોએ શનિથી ડરવાની જરૂર નથી, આ રાશિના જાતકો પર શનિની સાડાસાતીની અસર નહિ રહે.

મિથુન – મિથુન રાશિના જાતકોની કુંડળીમાં સાડાસાતી નથી.

કર્ક – કર્ક રાશિના જાતકો પર શનિની સાડાસાતીની અસર નહિ રહે.

સિંહ – સિંહ રાશિના જાતકો શનિની સાડાસાતીની અસરમાં નહિ આવે, એટલે તમારે એનાથી ડરવાની જરૂર નથી.

તુલા – આ વર્ષે શનિદેવની સાડાસાતીની અસર તુલા રાશિના જાતકો પર નહિ પડે.

મકર –
શનિનું ગોચર પોતાની રાશિમાં જ થઇ રહ્યું છે, જેથી આ વર્ષે આ રાશિના જાતકો શનિની સાડાસાતીના બીજા ચરણમાં હશે.

કુંભ –
આ વર્ષે કુંભ રાશિના જાતકોની સાડાસાતીનું પ્રથમ ચરણ શરુ થઇ રહ્યું છે, જે આવતા પાંચ વર્ષ સુધી તમારી કુંડળીમાં જ રહેશે.

મીન –
આ વર્ષે મીન રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડાસાતી નથી.