જ્યોતિષ શાસ્ત્ર

શનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો સમય ચાલુ થશે, બચવું હોય તો આ કામ કરો

ગ્રહોના રાશિ પરિવર્તન કરવાને કારણે બધી જ રાશિઓ પર એની સારી કે ખરાબ અસર થાય છે. ત્યારે હવે નવું વર્ષ ચાલુ થવાનું છે અને આ વર્ષમાં પણ ગ્રહો પોતાની ચાલ બદલવાના છે. આ ગ્રહોમાં મોટા બદલાવને કારણે બધી જ રાશિઓને સારો અને ખરાબ ફાયદો થાય છે. ત્યારે શનિ પણ જાન્યુઆરીમાં પોતાની ચાલ બદલવાના છે અને હવે સીધી ચાલ ચાલવાનું શરુ કરશે.

Image Source

ડિસેમ્બરના અંતમાં શનિની ઉલ્ટી ચાલ શરુ થવાની છે, જે માર્ચ સુધી ચાલવાની છે. જેનાથી કેટલીક રાશિઓ પર શનિની છાયા રહેશે અને કેટલીક રાશિઓ પરથી શનિની છાયા હટી જશે. પણ શનિની સીધી ચાલ શરુ થવાને આડે હજુ કેટલાક દિવસો બાકી છે, ત્યારે તેની કેટલીક રાશિ પર ખૂબ જ ખરાબ અસર થઇ શકે છે. ત્યારે આજે તમને જણાવી દઈએ કે શનિની ખરાબ અસરથી બચવા માટે આ રાશિના જાતકોએ કયા-કયા ઉપાયો કરવા જોઈએ –

વૃષભ રાશિ – વૃષભ રાશિના જાતકો પર શનિદેવની ટેઢી નજર હોવાના કારણે તેમના કામમાં તકલીફો આવી શકે છે અને નિરાશ થઇ શકે છે. શનિની સીધી ચાલ શરુ થાય ત્યાં સુધી તબિયતનું ખાસ ધ્યાન રાખવું. આ રાશિના જાતકોએ શનિની ખરાબ અસરથી બચવા પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો, માતાપિતાને પગે લાગવું અને નિયમિત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવું.

મિથુન રાશિ – મિથુન રાશિના જાતકો પર શનિની નજર રહેશે, જેની ખરાબ અસર થઇ શકે છે. વેપાર વધી શકે છે, પણ દામ્પત્ય જીવનમાં તકલીફો આવી શકે છે. પરિવાર સાથે પણ તકરાર થઇ શકે છે. શનિની ખરાબ અસરથી બચવા મહારાજ દશરથકૃત નીલ શનિ સ્તોત્રનો પાઠ કરવો. સાથે જ શનિવારના દિવસે આ રાશિના જાતકોએ ડાબા હાથની વચલી આંગળીમાં ઘોડાની નાળની વીંટી સંધ્યા સમયે ધારણ કરવી.

કર્ક રાશિ – કર્ક રાશિ પર શનિની સીધી નજર રહેશે, જેથી વિવાદ વધી શકે છે અને સમસ્યાઓથી ઘેરાઈ શકે છે. છેલ્લી ઘડીએ બનતા કામો બગડી શકે છે. આ સમય દરમિયાન ક્રોધિત થવાથી બચવું. કારણ વગરના વિવાદોથી દૂર રહેવું. શનિની અસરથી બચવા શિવ મંદિરમાં તલના તેલનો દીવો કરવો અને શિવાષ્ટકના પાઠ કરવા. શનિવારના દિવસે લોઢાના વાસણમાં સરસવ ભરીને દાન કરવા.

કન્યા રાશિ – કન્યા રાશિના જાતકોએ શનિની ખરાબ અસરથી બચવું. શનિની અસરને કારણે તબિયત લથડી શકે છે. કેટલી પણ મહેનત કરશો પણ તમારું કામ પૂરું નહિ થાય અને નિષ્ફળતા જ મળશે. નિરાશા ઘેરી શકે છે. શનિવારના દિવસે પીપળાના ઝાડની સાત પ્રદક્ષિણા કરવી અને હનુમાનજીને ગોળનો પ્રસાદ ધરાવવો, જેનાથી શનિની ખરાબ અસરથી બચી શકાશે. સાથે જ શનિદેવના બીજ મંત્ર ‘ॐ પ્રાં પ્રીં પ્રૌં સ:શનૈશ્વરાય નમ:’ નો નિયમિત જાપ કરવો.

ધન રાશિ – ધન રાશિના જાતકો પર શનિની ટેઢી નજર રહેશે, જેથી મનમાં અશાંતિ બની રહશે, પણ કોઈ પણ વાતને મગજ પર હાવી થવા દેવી નહિ. આ તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે અને વિવાદ પણ વધી શકે છે. શનિની ખરાબ અસરથી બચવા માટે શનિવારના દિવસે હનુમાનજીને તેલ અને આંકડાની માળા ચઢાવવી.

મકર રાશિ – મકર રાશિના જાતકો માટે વિદેશ યાત્રાના યોગ બની શકે છે, પણ આવક કરતા ખર્ચો વધી જશે, જેથી સમજી વિચારીને ખર્ચો કરવા માટેના નિર્ણયો લેવા. સાથે જ અણધારી જવાબદારીઓ આવી જશે અને તકલીફો પણ વધી પડશે. દશરથકૃત નીલ શનિ સ્તોત્રનો પાઠ કરવા અને શનિદેવના ‘ॐ શં શનિશ્ચરાય નમ:’ મંત્રના 108 વાર જાપ કરવા અને પીપળાની પૂજા કરવી.

જય શનિદેવ !!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.