2025ની શરૂઆતમાં શનિ કરશે મહાગોચર, આ 3 રાશિવાળાને ધન લાભના યોગ

નવા વર્ષની શરૂઆત થતાં જ ગ્રહ-નક્ષત્રોમાં ફેરફાર થતો હોય છે. જેની સીઘી અસર જેતે રાશિના જાતકો પર થતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિ, ગ્રહ-નક્ષત્રનું મહત્વ રહેલું છે. ત્યારે, આવનાર 2025નું વર્ષ 3 રાશિઓ માટે અપાર ધન લઈને આવી રહ્યું છે. તો જાણો કઈ છે આ 3 રાશિઓ..

શનિ હાલ કુંભ રાશિમાં છે. જે શનિની સ્વ રાશિ છે. 2025માં શનિ દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં ગોચર કરશે. શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 3 જૂન 2027 સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિએ સૌથી ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. શનિ એક રાશિમાં લાંબા સમય સુધી રહેવાના કારણે કેટલીક રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થતી હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ જાતક પર શનિની વિશેષ કૃપા થઈ જાય તો તેમના જીવનના દરેક કષ્ટ દૂર થાય છે. અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેનો અશુભ પ્રભાવ જાતકે જીવનમાં એકવાર તો અવશ્ય ઝેલવો પડે છે. હાલ, શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને માર્ચ સુધી અહીં જ રહેશે. ત્યારબાદ મીનમાં પ્રવેશ કરશે. શનિના મીનમાં પ્રવેશતાની સાથે જ કેટલીક રાશિના જાતકોએ સાડા સાતી, ઢૈય્યાથી મુક્તિ મળશે. શનિના મીન રાશિમાં ગોચરથી અઢી વર્ષના સમય દરમિયાન કેટલીક રાશિઓ માટે ખુબ ભાગ્યશાળી રહેશે.

વર્ષ 2025માં શનિના રાશિ પરિવર્તનથી સિંહ રાશિવાળાને ખુબ લાભ થશે. શનિનું મીનમાં ગોચર સિંહ રાશિના જાતકોને સારા પરિણામો અપાવશે. આ સમયગાળામાં સારા સમાચાર મળી શકે છે. શનિની કૃપાથી લાંબા સમયથી અટવાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. નોકરીની શોધ કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. કોઈ નવા કામની શરૂઆત માટે આ સારો સમય રહી શકે છે.

કન્યા રાશિવાળા માટે શનિનું મીનમાં ગોચર ખુબ લાભકારી સાબિત થશે. આ સમયગાળામાં તમને ધનલાભના સારા અવસરો મળશે. નવા સોર્સથી ધનનું આગમન થશે. નોકરીયાતોની પ્રગતિ થશે, પરિવારનો સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમારું મન પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક રાશિવાળા માટે શનિનું રાશિ પરિવર્તન ખુબ લાભકારી રહેશે. શનિનું મીનમાં ગોચર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આ સમયગાળામાં તમને પૂરતા પ્રમાણમાં ધન મળશે. તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. વેપારીઓ માટે સારો સમય રહેશે. નોકરીમાં પ્રમોશનના બનશે.

Twinkle