જ્યોતિષ શાસ્ત્ર

શનિના કારણે થશે આટલી રાશિઓ પર અસર, 7 રાશિઓ પર માટે ભારે પડશે સમય ને 5 રાશિઓનાં આવશે સારા દિવસો

શનિના માર્ગી થવાથી મકર રાશિમાં સાડા સાતી શરૂ થઈ ગઈ છે, જ્યારે તુલા રાશિ પરથી શનિની છાયા દૂર થઈ ગઈ છે. શનિની આ સીધી ચાલથી ઘણી રાશિઓને ફાયદો થવાનાં સંકેતો મળી રહ્યાં છે, જ્યારે કેટલીક રાશીઓની મુશ્કેલીઓ વધી પણ શકે છે.

મેષ

જીવનમાં આર્થિક લાભ અને પ્રગતિ મળવાનાં યોગ દેખાય છે. તમારો ખરાબ સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે. કામકાજની વાતને લઈને તમને મોટો ફાયદો પણ થવાનાં યોગ છે.

વૃષભ

જો તમે કોઈ નવી યોજના બનાવી રહ્યાં છો તો તમે એમાં જરૂર સફળ થશો. કાનૂની પ્રશ્નોમાં થોડી અડચણ આવવાની સંભાવના મળી રહી છે. નોકરિયાત વર્ગ માટે આ, વર્ષના અંતનો સમય શુભ ગણાશે. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે.

મિથુન

શનિના માર્ગી થવાથી મિથુન રાશિના જાતકોને નસીબનો પૂરો સાથ અને સહકાર મળશે. લોકો ભાવિનો સંપૂર્ણ ટેકો મેળવશે. ઘણાં લાંબા સમયથી કે પરેશાની ચાલી રહી છે. એમાંથી મુક્તિ મળશે. કાર્યસ્થળ પર માન સન્માનમાં વધારો થશે. વર્ષના અંત સુધીમાં સારા સમાચાર પણ મળી શકે છે.

કર્ક

છઠું ઘર શત્રુ અને રોગનું ઘર હોય છે. કર્ક રાશીવાળા માટે શનિ છટ્ઠા ઘરમાં આવી રહ્યો છે. જેથી કામકાજમાં થોડી અડચણો જરૂર આવશે. તેમજ પરિવારના લોકો સાથે વાદવિવાદ થવાના યોગ પણ બની રહ્યા છે. કાનૂની મામલા વધી શકે છે. બીમારીથી પરેશાન થઈ શકો છો. વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. જો કે કરજમાંથી મુક્તિ મળી શકે છે.

સિંહ 

આ રાશિવાળા માટે શનિનું માર્ગી થવું એટ્લે પરેશાનીઓથી જીવન ભરેલું થશે. કામકાજ ઝડપથી થશે તેમજ આવકમાં વૃદ્ધિ થશે. ઉપરાંત માન સન્માન પણ મળવાના યોગ બની રહ્યા છે. શનીદેવ તમારા પર કૃપા વરસાવી શકે છે.

કન્યા

શનિની ચાલ કન્યારાશિમાં ચોથા ભાવમાં બદલાઇ રહ્યું છે. માટે સુખ અને આનદમાં વધારો થઈ શકે છે. આ સ્થાન પર શનિનું માર્ગી થવું એટ્લે તમામ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. નોકરીમાં બઢતી મળશે. તેમજ વ્યાપારી વર્ગ માટે ઉતમ સમય છે. પરંતુ ધીરજ રાખવી જરૂરી છે.

તુલા

શનિ તુલા રાશિમાં એના ત્રીજા સ્થાન પર માર્ગી થાય છે. જે પરાક્રમનો ભાવ છે. આ રાશિના જાતકો પોતાની બુદ્ધિ અને પોતાનાં બળે સારી સફળતા મેળવી શકશે. જે સિદ્ધિને હાંસિલ કરવા માટે તમે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા. તેમાં બહુ જલ્દી તમને સફળતા મળી જશે. તમને તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. તેમજ નસીબનો પૂરો મળી રહેશે.

ધનુ

આ સમય શનિ ધનુ રાશિમાં ગોચર છે. અને એટ્લે જ તમારી રાશિના બીજા ભાવમાં શનિ માર્ગી છે. એટ્લે નવા નવા અવસરનો માર્ગ મોકળો થશે. વક્રી શનિ કષ્ટો આપે છે જ્યારે માર્ગી શનિ નવા નવાં દ્વાર ખોલી આપે છે. શનિનું ધનુ રાશિમાં માર્ગી થવું એટલે ધનુ રાશીમાટે ઘણાં રસ્તા ખૂલી જશે. ઘણાં સમયથી અટકાયેલી સફળતાનાં દ્વાર ખુલશે. પરિવારનો સાથ સહકાર મળશે. માર્ગી શનિ ધનુ રાશિમાટે પ્રગતિએનઓ કારક બની જશે.

મકર

મકર શનિની રાશિ છે. મતલબ કે શનિ એ મકર રાશિનો સ્વામી છે. જેના 1 માં સ્થાનમાં શનિ માર્ગી થશે. જેના કારણે શનિ માર્ગી તમને ધન લાભ જરૂર કરાવશે. તેમજ દુશમનો પર વિજય મેળવશો. નોકરી અથવા બિઝનેસમાં પણ બદલાવ આવી શકે છે. જેના કારણે તમને થોડી તકલીફ પણ પડી શકે છે. વિદેશ યાત્રા પણ બનવાના યોગ બની રહ્યા છે. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે, નહિતર દેવું પણ થઈ શકે છે.

કુંભ 

નવા નવા અવસર પ્રાપ્ત થશે. શનિ કુંભ રાશિનો પણ રાશિ સ્વામી છે. એટ્લે શનિ આ રાશીને પણ ફાયદો જ અપાવશે. તમને તમારો જીવનસાથી સાથ સહકાર આપશે. અંત સુધીમાં તમે નવા નવા ને પ્રભાવશાળી વ્યક્તિને મળશો. જેનો તમને સીધો જ ફાયદો થશે. એકંદરે તમારો આવનારો સમય સારો જવાનો છે.

મીન

ધન મળવાની સંભાવના છે. વાદ-વિવાદ વધી શકે છે. વર્ષના અંત સુધીમાં મોટા કોઈ રોકાણ કરવા નહી. એવી આ રાશિના જાતકોને સલાહ છે. મિત્રો અને પરિવારજાણો સાથે ખોટા વાદ વિવાદમાં પડવું નહી. જેનાથી તમને જ નૂકશાન થઈ શકે છે.