શનિદેવ, જે કળિયુગના ન્યાયાધીશ તરીકે ઓળખાય છે, તેમની ચાલનું પરિવર્તન આગામી સમયમાં કેટલીક રાશિઓ માટે વરદાન સાબિત થવાનું છે. નવ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરતા શનિદેવની અસર દરેક વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી અનુભવાય છે. એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં આશરે ત્રીસ વર્ષનો સમયગાળો લે છે.
વર્તમાન સમયમાં વક્રી અવસ્થામાં રહેલા શનિદેવ આગામી પંદરમી નવેમ્બરે સાંજે 5:09 વાગ્યે કુંભ રાશિમાં માર્ગી થશે. આ પરિવર્તન વિશેષ કરીને કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહતરૂપ બનશે. સાડાસાતી અને ઢૈય્યાની વિપરીત અસરોમાંથી મુક્તિ મળશે. તેમના અટકેલા કાર્યો પૂર્ણ થશે અને જીવનમાં નવી તકો ખૂલશે.
વૃષભ રાશિના જાતકો માટે આ સમય વિશેષ ફળદાયી નીવડશે. વ્યવસાયિક ક્ષેત્રે નવી તકો સાથે આર્થિક લાભ પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને પદોન્નતિ અને વેતન વૃદ્ધિની શક્યતાઓ રહેશે.
કન્યા રાશિના લોકોને નાણાકીય લાભ થશે. વેપાર-ધંધામાં વૃદ્ધિ થશે અને કારકિર્દીમાં નવા દ્વાર ખૂલશે. રોકાણકારો માટે સમય અનુકूળ રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે.
કુંભ રાશિના જાતકો માટે આ સમય વિશેષ શુભ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટવાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે. નોકરી શોધનારાઓને ઇચ્છિત કાર્યક્ષેત્રમાં તક મળશે.
મીન રાશિના લોકોને વિદેશ પ્રવાસની તક મળી શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને માનસિક શાંતિ મળશે. વૈવાહિક જીવનમાં સુધારો થશે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે.