શનિ-મંગળનો અશુભ ષડાષ્ટક યોગ આ 3 રાશિ માટે શુભ, ગ્રહ ગોચરથી આ 3 રાશિના જાતકોનો આવશે સુવર્ણકાળ

મંગળ અને શનિ બંનેને શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે. મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે જ્યારે શનિ કર્મોનું ફળ આપનાર ગ્રહ છે. દરેક ગ્રહો સમયાંતરે તેમની રાશિ બદલતા હોય છે, અને એક રાશિમાં તે લગભગ અઢી વર્ષ સુધી રહે છે. ત્યારે 12 રાશિઓનું આખું ચક્ર પૂરું કરતાં આશરે 30 વર્ષ જેટલો સમય લાગે છે. લાંબા સમય બાદ આવતા મહિને મંગળ-શનિનો ષડાષ્ટક યોગ બનવા જઇ રહ્યો છે જે જાતકોને ધન, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરશે. ત્યારે જાણો કઈ 3 ભાગ્યશાળી રાશિઓને મળશે લાભ.

ક્યારે રચાશે ષડાષ્ટક યોગ ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મંગળ અત્યારે કર્ક રાશિમાં અને શનિ કુંભ રાશિમાં છે. મંગળ આવનાર 7 ડિસેમ્બરે કર્ક રાશિમાં પૂર્વવર્તી બનશે, જ્યાં તે 21 જાન્યુઆરી, 2025 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન મંગળ 6ઠ્ઠા સ્થાનમાં કર્ક રાશિમાં હશે ત્યારે શનિ 8મા સ્થાનમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે ષડાષ્ટક યોગ બનશે. જો કે આ યોગને અશુભ માનવામાં આવે છે, પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને આ યોગથી ફાયદો થઈ શકે છે.

કુંભ રાશિ

આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાની સંભાવના છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે નવી તકો સામે આવશે. આ ઉપરાંત તમારા વર્તમાન કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. જે લોકો ધંધા સાથે સંકળાયેલા છે તેમને વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. તમે રોકાણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેશો તો તેમાં પણ સફળતા મળશે.

મેષ રાશિ

ષડાષ્ટક યોગ બનવાથી તમારું દાંપત્ય જીવન સારું રહેશે. કાર્યસ્થળ પર તમને તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીનો સહયોગ મળશે. તમારી આવકના સ્ત્રોત વધશે, જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. તમારા ઘરમાં શુભ કાર્યક્રમો યોજાઇ શકે છે , જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

તુલા રાશિ

આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓ દૂર થશે. મંગળ અને શનિના આશીર્વાદથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. પરિવારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે અને તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle