જ્યોતિષ શાસ્ત્ર

શનિ અને મંગળની કાળી છાયાથી મુક્ત થશે આ 5 રાશિઓ, થશે સઘળા દુઃખ દર્દ ગાયબ, આવશે ખુશીઓ અપાર!!

બધા જ દેવતાઓમાં શનિ અને મંગળ સૌથી ગુસ્સાવાળા ગ્રહ અને દેવતા માનવામાં આવે છે. જેનું નામ સાંભળીને જ લોકો ડરથી ધ્રુજી જાય છે. બધા જ લોકો આ પ્રકોપથી બચવા માટે તેમની પૂજા અર્ચના કરતાં હોય છે અને બધા જ ઉપાયો કરતાં રહે છે જેના કારણે શનિદેવનાં પ્રકોપથી બચી શકાય છે.

આ સાથે શનિદેવ સૂર્ય પુત્ર તેમજ તેમને ન્યાયના દેવતાની ઉપાધી આપવામાં આવી છે. માટે જ શનીદેવ લોકોને સારા અને ખરાબ કર્મોનું ફળ આપે છે. જે લોકો ખરાબ કામ કરીને ધન મેળવે છે તેમને શનીદેવ દંડિત કરે છે, અને જે લોકો મહેનત કરીને ધન કમાય છે તેમને શનીદેવ વહેલું મોડુ ફળ અવશ્ય આપે છે. જે લોકો દગો કરીને ધન મેળવે છે તેમને શનિ દેવના ક્રોધનો સામનો કરવો પડે છે.

જ્યોતિષવિદ્યામાં, મંગળ ગ્રહને મુખ્ય રૂપે એક સેનાપતિની ઉપાધી આપવામાં આવી છે. તે તાકાત, હિંમત અને પૌરુષનું કારક છે. મંગળ ગ્રહ શારીરિક અને માનસિક તાકાત અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષવિદ્યા અનુસાર શનિ અને મંગળ બંને ઘાતકી અને પાપી ગ્રહ છે. જ્યાં એક બાજુ મંગળ ખૂબ જ ક્રૂર ગ્રહ છે. અને તેની પ્રકૃતિ પણ તામસી માનવામાં આવે છે. તો બીજી બાજુ શનિ ધીમી ગતિએ ચાલવાવાળો ગ્રહ છે અને તેની અસર આપે છે, તમને જણાવી દઈએ કે બાર રાશિમાંથી 4 રાશિ એવી છે કે જે જલ્દી જ શનિ અને મંગળની છાયામાંથી મુક્ત થવા જઈ રહી છે. જે જીવનની બધી જ પરેશાનીમાંથી છૂટકારો મેળવવા જઈ રહી છે. અને જલ્દી જ ઘરમાં ધનનો ભંડાર ભરાશે.

મેષ –

જ્યોતિષવિદ્યા અનુસાર શનિ અને મંગળના આ મિલનથી મેષ રાશિના જાતકોના જીવનમાં ભરપૂર ખુશીઓ આવવાની છે. ઘરમાં સુખ સંપતિના સાધનમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. અચાનક જ ધન લાભની પ્રાપ્તિ થશે અને ઘરમાં ચાલી રહેલા ટેન્શનમાંથી મુક્તિ મળશે. જીવનની કોઈપણ પરેશાનીમાંથી જલ્દી જ મુક્તિ મેળવશો.

કર્ક –

શનિ મંગળ એકસાથે હોવાના કારણે કર્ક રાશિના જાતકોનો હવે સારો સમય આવી ગયો છે. પરિવારનો સાથ મળશે અને જે પણ મનમુટાવ હતા એ બધા જ દૂર થશે. નોકરી કરતા જાતકોને નોકરીમાં પ્રગતિ મળશે અને વેપારી વર્ગને કોઈ મોટું કામ મળવાની શક્યતા છે. જેના કારણે આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે. મિત્રો સાથે યાત્રાના યોગ છે.

વૃશ્ચિક –

શનિ મંગળ એકસાથે હોવાના કારણે આ જાતકોના પરિવારમાં ખુશી આવવાની છે. જે હરઘડી એમના પરિવારનો સાથ આપશે. સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જો તમારા પર કોઈ પણ પ્રકારનું ઋણ હોય તો તમે તરત જ તેમાથી છુટકારો મેળવશો. સમાજમાં સન્માન મેળવશો. દરેક કામમાં સફળતા મળશે. કાર્યસ્થળપર પણ લાભ થવાના યોગ બની રહ્યા છે. તમે વિદેશમાં જઈ શકો છો. પ્રમોશનની શક્યતાઓ બની રહી છે.

ધન –

શનિ અને મંગળના આ મિલનથી ધન રાશિના જાતકોમાં ખુશી દસ્તક દેવા જઈ રહી છે. સાથે જ તમને કોઈ એવા સમાચાર મળશે જેની તમે આતુરતાથી રાહ જોતા હતા. તમે કોઈપણ જગ્યાએ યાત્રા પર જઈ શકો છો. વ્યાપાર વર્ગને ધન લાભ થવાની શક્યતા છે અને દંપતિના જીવનમાં મીઠાશ રહેશે.

કુંભ –

શનિ મંગળ એકસાથે હોવાના કારણે તમારો શુભ સમય શરૂ થઈ ગયો છે. તેમજ વધારે પ્રમાણમાં ધન લાભ થવાની શક્યતા જોવા મળી રહી છે. તમે દરેક મુસીબતનો સામનો કરવા સક્ષમ બનશો. તમારા જીવનમાં સફળતા હાંસલ કરવા માટે સમર્થ બનશો તેમજ તમારી નાણાકીય સ્થિતિ સુધરશે અને તમારું જીવન શુભ બની રહેશે.