તમને જણાવી દઈએ કે આ તિથિ પર ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસે શનિદેવની વિશેષ રૂપે પૂજા અર્ચના કરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે અને દોષથી પણ મુક્તિ મેળવી શકાય છે. જો કે શનિદેવની સાઢેસાતીનું નામ આવતા જ દરેક કોઈ ચિંતિત થઇ જાય છે કેમ કે શનિની આ સાઢેસાતી કોઈના માટે શુભ તો કોઈના માટે અશુભ સંકેત લઈને આવે છે. જો કે સાઢેસાતીના શુભ અને અશુભ ફળ જે તે મનુષ્યના કર્મોના આધારે જ મળે છે. એવામાં જ્યોતિષોના આધારે આજે અમે તમને શનિની સાઢેસાતી અને તેના ગોચર કાળના પ્રભાવ વિષે જણાવીશું.

આખરે શું છે આ સાઢેસાતી:
પોતાના ગોચરકાળમાં શનિદેવ એક રાશિ પર અઢી વર્ષ સુધી રહે છે. જયારે તે તમારી જન્મ રાશિના પહેલા, બીજા અને બારમા સ્થાનોમાં ભ્રમણ કરે છે તો તે કાળ સાઢા સાત વર્ષ સુધી રહે છે અને તેને જ સાઢેસાતી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના આધારે શનિ ગોચરના બારમા સ્થાન પર છે તો મસ્તક પર, જન્મ રાશિ પર હોય તો હૃદય પર અને જન્મ રાશિના બીજા સ્થાનમાં હોય તો પગ પર ઉતરતી સાઢેસાતીના રૂપમાં પોતાનો પ્રભાવ આપે છે. જન્મ રાશિના ચોથા કે આઠમા સ્થાનો પર ગોચર કરતા શનિની ઢૈયા રહે છે, જે અઢી વર્ષ સુધી ચાલે છે અને તે પણ જે તે વ્યક્તિ માટે ખુબ જ અષ્ટકારી રહે છે.

શનિના પાયાની અસર:
શનિના રાશિ પરિવર્તનના સમયે જો ચંદ્રમા પહેલા, છઠ્ઠા અને અગિયારમા સ્થાનમાં હોય તો સોનાનો પાયો, પાંચમા કે નવમા સ્થાનમાં હોય તો ચાંદીના પાયા પાર ગોચર માનવામાં આવે છે. જયારે શનિદેવ ત્રીજા, સાતમા કે દસમા સ્થાના હોય તો તાંબાના પાયા અને ચોથા, છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનમાં હોય તો લોખંડના પાયા પર ગોચર કરતા માનવામાં આવે છે. સોનાના પાયા પર હોય તો સુખ આપનારા, ચાંદીના પાયા પર સૌભાગ્ય વધારનારા, તાંબાના પાયા પાર શનિ મધ્યમ ફળ આપનારા અને લોખંડના પાયા પર ગોચર કરતા શનિ અનેક પ્રકારના કાષ્ટ આપનારા અને ધનહાનિ કરાવતા માનવામાં આવે છે.

રાશિઓ પર તેનો પ્રભાવ:
જો શનિ જાતકના જન્મના સમયે મિથુન, કર્ક, કન્યા, ધનુ કે મીન રાશિ પર ગોચર કરી રહયા હોય તો મધ્યમ ફળ આપનારા માનવામાં આવે છે. મેષ, સિંહ અને વૃશ્ચિક પર ગોચર કરતા શનિદેવ પ્રતિકૂળ પ્રભાવ આપનારા હોય છે. વૃષભ, તુલા અને કુંભ રાશિના લોકો માટે શનિદેવ હંમેશા લાભદાયી જ રહે છે.

શનિની સાઢેસાતી કેવા લોકોને મળે છે?:
શનિદેવ પોતાની સાઢેસાતી કે ઢૈય્યા એવા લોકોને વધુ કષ્ટ પહોંચાડે છે જેઓ વિશ્વાષઘાતી, ગુરુજનોને દગો આપનારા, ખુબ ખોટું બોલનારા, મિત્રો સાથે ખોટું બોલીને હાનિ પહોંચાડનારા, કૃતઘ્ન, ન્યાયાલયમાં ખોટી ગવાહી આપનાર, ભિખારીઓને અપમાનિત કરનારા, ખુબ સ્વાર્થી, ઘમંડી, ધન હડપી લેનારા, વડીલો, વૃદ્ધોને અપમાનિત કરનારા, લાંચ લેનાર કે આપનારા, વગેરેને શનિની સાઢેસાતીની કષ્ટદાયી અસર થાય છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.