2025માં શનિ તાંબાના પાયે ચાલશે, આ રાશિના જાતકો વૈભવી જીવન જીવશે, નવી નોકરી સાથે અપાર ધનલાભ કરાવશે..

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની પ્રતિબદ્ધતાના ગ્રહ તરીકે ગણતરી થાય છે. કારણ કે તેઓ એક એવા શિક્ષક છે જે જાતકોને અનુશાસનથી જીવવાનું શીખવે છે. આ કારણે તેઓ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિને ન્યાય પ્રિય ગ્રહ કહેવાય છે. જે રાજાને રંક અને રંકને રાજા બનાવવામાં વાર લગાડતા નથી. શનિની સ્થિતિમાં ફેરફારની અસર વેપાર-નોકરી, વિવાહ, પ્રેમ, સંતાન, સ્વાસ્થ્યથી લઈને પરિવાર પર જોવા મળે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. આવામાં આખુ રાશિચક્ર પૂરું કરવામાં 30 વર્ષ જેટલો સમય લાગતો હોય છે.

હાલ શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. પરંતુ નવા વર્ષ 2025ના માર્ચ મહિનામાં શનિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના જીવનમાં શનિ તાંબાના પાયે પ્રવેશ કરશે. આવામાં આ રાશિવાળાને બંપર ફાયદો થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિદેવ જન્મ રાશિથી ત્રીજા, સાતમા અને દસમા ભાવમાં ગોચર કરે છે ત્યારે તેને તાંબાનો પાયો કહેવાય છે. આ પાયો ખુબ શુભ હોય છે. તેને બીજો સૌથી શ્રેષ્ઠ પાયો ગણાય છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે અને સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવની કમી રહેતી નથી. વૈદિક પંચાંગ મુજબ શનિદેવ 29 માર્ચ 2025ના રોજ રાતે 11.01 કલાકે મીન રાશિમાં ગોચર કરશે. જાણો તાંબાના પાયે શનિની ચાલ કયા રાશિના જાતકોને ફાયદો કરાવશે.

મકર રાશિ

શનિ મીન રાશિમાંથી ગોચર કરીને મકર રાશિના ત્રીજા ભાવમાં રહેશે. આવામાં શનિનું આ રાશિમાં તાંબાના પાયે ચાલવું ખુબ લાભકારી રહી શકે છે. આ રાશિમાં શનિ બીજા ભાવના સ્વામી છે. આવામાં આ રાશિના જાતકોને શનિની સાડા સાતીથી છૂટકારો મળી શકે છે. શનિ આ રાશિમાં બેસીને પંચમ, નવમ અને દ્વાદશ ભાવને જોશે. આવામાં તમે અનેક મુસાફરીઓ કરી શકો છો. વિદેશ જવાનું સપનું પણ પૂરું થઈ શકે છે, નોકરી મામલે એક શહેરથી બીજા શહેરમાં જઈ શકો છો, આધ્યાત્મ પ્રત્યે તમારો ઝૂકાવ વધી શકે છે. તીર્થસ્થળોનો પ્રવાસ કરી શકો છો, સંતાનોની પ્રગતિ થશે. માતા-પિતા વિશે થોડી ચિંતા રહી શકે છે. વેપારમાં થોડું જોખમ ઉઠાવશો તો સારો એવો ફાયદો થઈ શકે છે. આર્થિક સમૃદ્ધિ વધી શકે છે.

કન્યા રાશિ

શનિ કન્યા રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકોને નવા વર્ષ 2025માં ખુબ લાભ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમે સારો એવો લાભ થઈ શકે છે. આ સાથે જ વેપાર કે પછી અન્ય કોઈ કામ માટે બેંક વગેરેમાંથી લોન લઈ રહ્યા હશો તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે. આ રાશિમાં રહીને શનિ નવમ, પહેલા અને ચતુર્થ ભાવને જોશે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. અનેક મુસાફરી કરી શકો છો. ઘણો બધો ધન લાભ થઈ શકે છે. ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. વિદેશમાં વેપાર કરવાથી તમને ખુબ ધનલાભ થઈ શકે છે. રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરવાથી લાભકારી સિદ્ધ થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. દાંપત્ય જીવનમાં ખુશીનો માહોલ રહેશે.

મિથુન રાશિ

શનિ મિથુન રાશિના દશમ ભાવમાં રહેશે. બુધની રાશિ હોવાની સાથે સાથે શનિની સાથે તેનો મિત્રતા ભાવ છે. આવામાં નવા વર્ષ 2025માં આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં ખુબ લાભ થશે. મહેનત રંગ લાવશે અને દરેક તમારા કામને બિરદાવશે. પરિવારમાં થોડો ઉતાર ચડાવ રહી શકે છે. આવામાં આ રાશિવાળાએ થોડું સંભાળીને રહેવાની જરૂર છે. વેપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ ફાયદાકારક રહી શકે છે. ખુબ ધનલાભ થઈ શકે છે. તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. કરિયરના ક્ષત્રમાં પદોન્નતિની સાથે પગાર વધારાના યોગ બની રહ્યા છે. શનિ મહારાજ દશમ ભાવમાં બેસીને દ્વાદશ, સપ્તમ અને ચતુર્થ ભાવમાં પૂર્ણ દ્રષ્ટિ રાખશે. જેનાથી ફાલતું ખર્ચા પર અંકૂશ લાગશે. આવામાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle