નવગ્રહોમાં કર્મફળના દાતા શનિદેવને સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. સમસ્ત ગ્રહોમાં ન્યાયાધીશ અને દંડનાયકનું બિરુદ ધરાવતા શનિદેવ જાતકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. આ કારણે તેમને સૌથી ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે અને એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને માર્ચ 2025 સુધી ત્યાં રહેશે. ત્યારબાદ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે.
વૈદિક પંચાંગ પ્રમાણે શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 3 જૂન 2027 સુધી આ રાશિમાં રહેશે. નવા વર્ષમાં શનિના મીન રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિઓને મહત્વપૂર્ણ લાભ થવાના યોગ છે, જ્યારે કેટલીક રાશિઓએ સાવચેત રહેવાની જરૂર છે. આવો જાણીએ શનિના મીન રાશિ ગોચરથી કોને થશે લાભ…
વૃષભ રાશિ માટે શનિ નવમા અને દશમા ભાવના સ્વામી બનીને એકાદશ ભાવમાં ગોચર કરશે. આ રાશિના જાતકો માટે નવું વર્ષ અત્યંત લાભદાયી સાબિત થશે. કારકિર્દીમાં વિશેષ લાભ મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો સુમેળભર્યા રહેશે. શનિની દૃષ્ટિ પંચમ અને અષ્ટમ ભાવ પર હોવાથી લાંબા સમયની સમસ્યાઓનો અંત આવશે. શિક્ષણ ક્ષેત્રે થોડી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ 2025ના અંતમાં તેનો ઉકેલ આવશે. ચિરકાલીન ઇચ્છાઓ પૂર્ણ થશે. વ્યાપારમાં મોટો લાભ થશે. નાણાભીડને કારણે અટકેલા કાર્યો પૂર્ણ થશે. જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે.
કર્ક રાશિમાં શનિ સપ્તમ અને અષ્ટમ ભાવના સ્વામી બનીને નવમા ભાવમાં ગોચર કરશે. આ રાશિના જાતકોની શનિની પનોતી સમાપ્ત થશે. જીવનમાં ક્રમશઃ સુધારો થશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. આવકમાં નોંધપાત્ર વધારો થશે. અનેક ઇચ્છાઓ એકસાથે પૂર્ણ થશે. અચાનક ધનલાભ થશે. રોકાણ માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે.
મકર રાશિમાં શનિ દ્વિતીય ભાવના સ્વામી બનીને તૃતીય ભાવમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકોને સાડેસાતીથી મુક્તિ મળશે. જીવનમાં વિવિધ પ્રકારની ખુશીઓ આવશે. નાની-મોટી મુસાફરીઓ થશે. આધ્યાત્મિક રુચિ વધશે અને ધાર્મિક કાર્યોમાં સક્રિય ભાગીદારી કરશો. અનેક કાર્યોમાં સફળતા મળશે. પરિવાર સાથે આનંદમય સમય વ્યતીત થશે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે.