શનિ મહારાજ હાલ મીન રાશિમાં બિરાજમાન છે. શનિ જાતકોને તેમના કર્મોના હિસાબે ફળ આપે છે. શનિ ધીમી ગતિએ ચાલતો હોવાથી એની અસર પણ લાંબા સમય સુધી રહે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે. એ દરમિયાન એ માર્ગી અને વક્રી પણ થાય છે એટલે આ રાશિમાં સીધી અને ઊલટી ચાલ પણ ચાલે છે.
શનિ 2027 સુધી મીન રાશિમાં રહેશે. ત્યાર બાદ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 2027 પહેલા શનિ ચાલ બદલાતી રહેશે. જુલાઈ 2025માં શનિ મીન રાશિમાં વક્રી થશે અને ત્યારબાદ વર્ષના અંતમાં મીન રાશિમાં માર્ગી થઇ જશે. એવામાં 12 રાશિઓ પર એની શુભ-અશુભ અસર જોવા મળી શકે છે.
વૃષભ રાશિ
શનિની સીધી ચાલ વૃષભ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમે બધી સુખ-સુવિધાઓનો આનંદ માણી શકશો. સંપત્તિમાં વધારો થવાની શક્યતા રહેશે. લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થશે. વાહન સંબંધિત લાભ થઈ શકે છે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. કાર્યસ્થળ પર તમે તણાવમુક્ત રહેશો. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે અને પ્રમોશનની શક્યતા રહેશે. વેપારીઓને વ્યવસાયમાં નફો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં પરિવર્તન આવશે અને મન પ્રસન્ન રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ ફાયદાકારક રહેશે. તમે વ્યવસાયમાં પ્રગતિ પ્રાપ્ત કરશો. આત્મવિશ્વાસ વધશે. જો તમે કામ કરો છો તો સમય તમારા માટે સારો રહેશે. પ્રમોશનની શક્યતા રહેશે. તમે જે પણ કાર્ય કરવાનું નક્કી કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. લોકોમાં તમારી પ્રશંસા થઈ શકે છે. તમે તમામ પ્રકારની સુખ-સુવિધાઓનો આનંદ માણી શકશો. પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પગાર વધારાની વાત થઈ શકે છે.
મીન રાશિ
આ રાશિના જાતકો માટે શનિની સીધી ગતિ ફાયદાકારક રહેશે. આવકમાં વધારો થવાની શક્યતા. મનમાં એક અલગ જ ઉત્સાહ રહેશે. કાર્યમાં પ્રગતિ મેળવવા માટે તમે નવી યોજના પર કામ કરશો. બગડેલું બજેટ સુધરશે. કાર્યસ્થળ પર તમારા માન-સન્માનમાં વધારો થશે. તમે તમારા રોકાણનું આયોજન કરી શકો છો. તમે ઘર ખરીદવાની યોજના બનાવી શકો છો. બાકી રહેલા કામ સફળ થશે અને પૈસા પણ મળી શકે છે. પરિવાર સાથે તમારો સમય સારો રહેશે. પરસ્પર સંબંધોમાં સુધારો થઈ શકે છે. મનમાં એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ આવશે, જે ભવિષ્યમાં ફાયદાકારક બની રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)