ન્યાયના દેવતા માનવામાં આવતા શનિદેવ ખરાબ પ્રભાવની સાથે સાથે સારો પ્રભાવ પણ પ્રદાન કરે છે. સારો કે ખરાબ પ્રભાવ જે-તે લોકોના સારા કે ખરાબ કર્મોને જોઈને પ્રદાન થાય છે. એવામાં ન્યાયના દેવતા શનિદેવ આજથી પોતાની ચાલ બદલાવી રહ્યા છે. જેના પ્રભાવને લીધે અમુક રાશિઓના ભાગયના તાળા ખુલવાના છે.

આવનારા મહિનાથી શનિ માર્ગી એટલે કે સીધી ચાલ ચાલવાના છે. જણાવી દઈએ કે ઓક્ટોમ્બરથી શનિ વક્રી થયા હતા. શનિના વક્રી ગતિના દિવસોનું કુલ આયુષ્ય 440 દિવસનું હતું. એવામાં આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રના આધારે જણાવીશું કે શનિના માર્ગી થવાથી કઈ કઈ રાશિઓ પર તેની સૌથી વધારે અસર થવાની છે.
1. મેષ રાશિ:
મેષ રાશિમાં સની નવમા ભાવમાં માર્ગી થવાના છે. જેને લીધે આ રાશિના લોકોનો ખરાબ સમય ખતમ થઇ જશે અને આર્થિક લાભ મળશે. તમારા દ્વારા વિચારેલી યોજનાઓ શનિદેવની કૃપા દ્વારા પુરી થશે અને તમારા આગળના અટકેલા કામ પણ પૂર્ણ થતા જણાશે. ભાગ્યની મદદ તો તમને મળશે જ પણ તમારે થોડી ધીરજ પણ રાખવાની રહેશે.
2. કર્ક રાશિ:
શનિદેવ કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં માર્ગી થવાના છે. લાંબા સમયથી ચાલતા આવેલા કર્જથી છુટકારો મળશે. આ દરમિયાન તમારા વિદેશ જવાના પણ યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં ખુબ વૃદ્ધિ થવાની છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી પણ છુટકારો મળશે. જો કે પરિવારમાં વિવાદ થવાની સંભાવના છે માટે ધીરજથી કામ લેવાની જરૂર રહેશે.
3. તુલા રાશિ:
શનિ તુલા રાશિના ત્રીજા ભાવમાં માર્ગી થવાના છે જેને લીધે બુદ્ધિ અને પરાક્રમના બળથી તમે દરેક સફળતાઓને મેળવી શકશો. પારિવારિક તણાવ પણ દૂર થવાના સંકેતો છે. મનની દરેક અધૂરી ઈચ્છાઓ પુરી થતી જણાશે. જો કે તમારે કાર્યક્ષેત્રમાં પહેલા કરતા થોડી વધારે મહેનત કરવાની જરૂર રહેશે.
4. વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિમાં શનિ બીજા ભાવમાં માર્ગી થવાના છે. જેનાથી વ્યક્તિના વારસાની સંપત્તિનો હિસ્સો મળવાથી જીવનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. ધનની ખામીથી ચિંતિત લોકોને આ સમસ્યાથી જલ્દી જ છુટકારો મળવાની અપેક્ષા છે. શેર બજારમાં તમને સારો ફાયદો મળવાનો છે. ભૌતિક સુખ સુવિધાઓમાં ફાયદો મળી શકે તેમ છે.

5. મકર રાશિ:
મકર રાશિમાં શનિ બારમા ભાવમાં માર્ગી થવાથી નોકરી કે વેપારમાં બદલાવ થશે જેનાથી તમારી તકલીફો વધી શકે છે. જો કે નિવેશથી તમને ધનલાભ થઇ શકે છે. મકર રાશિના લોકો દરેક કામને ધીરજ અને સંયમની સાથે કરતા રહેશે, તો સફળતા ચોક્કસ મળશે.
6. વૃષભ રાશિ:
વૃષભ રાશિમાં શનિ આઠમા ભાવમાં માર્ગી થવાના છે જેને લીધે નોકરિયાત લોકોને ફાયદો થવાનો છે. આ રાશિનો સમય ખુબ જ શુભ રહેવાનો છે. આ રાશિ દ્વારા કરવામાં આવેલી દરેક યોજનાઓ સફળ થશે.
7. મિથુન રાશિ:
આ રાશિમાં શનિ સાતમા ભાવમાં માર્ગી થવાના છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકોને માન-સન્માની પ્રાપ્તિ થશે. ઘણા દિવસોથી ચાલતી આવેલી સમસ્યાઓનો ઉકેલ પણ પોતાની જાતે જ થવા લાગશે.
8. સિંહ રાશિ:
આ રાશિની કુંડળીમાં શનિ પાંચમા ભાવમાં માર્ગી થવાના છે. જેનાથી લોકોના આયુષ્યમાં વધારો થશે અને માન-સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વ્યાપારીઓને લાભ થશે, બિઝનેસમાં ખુબ લાભ થશે. ઘણી એવી ચુનૌતીઓ પણ આવશે પણ ભાગ્યનો પણ ભરપૂર સાથ મળશે.
9. કન્યા રાશિ:
કન્યા રાશિમાં શનિ ચોથા ભાવમાં માર્ગી થવાના છે જેના પરિણામે નોકરીમાં ખુબ તરક્કી મળશે. નવો વેપાર કરનારા લોકો માટે સમય ખુબ જ સારો રહેવાંનો છે પણ તેના માટે તમારે થોડી ધીરજ રાખવાની રહેશે કેમ કે થોડી પણ ઉતાવળ તમને ભારે પડી શકે છે.
10. ધનુ રાશિ:
શનિ ઘનું રાશિના ધન ભાવમાં માર્ગી થવાને લીધે આ રાશિ માટે આવકના સાધનોમાં વધારો થઇ શકે છે. ચારે તરફ તમને નવા અવસર મળતા જણાશે.

11. કુંભ રાશિ:
જ્યોતિષાશાસ્ત્રના આધારે કુંભ રાશિમાં શનિ અગિયારમા ભાવમાં માર્ગી થવાનો છે. આ રાશિના લોકોની મુલાકાત નવા લોકો સાથે થશે અને ધન લાભ થવાના પણ સંકેતો છે. હાથમાં આવેલા મૌકાને ગુમાવશો નહીં.
12. મીન રાશિ:
શનિનું મીન રાશિના દસમા ભાવમાં માર્ગી થવાને લીધે લોકોને ધનની હાનિ થવાની વધારે સંભાવના છે. આ સિવાય આ રાશિના લોકોએ સજાગ રહેવાની જરૂર છે. જોખમ ભરેલા રોકાણ કરવાથી બચો આ સિવાય મિત્રો અને પરિવારના લોકો સાથે પ્રેમભાવ રાખો. નહીંતર મતભેદ થઇ શકે છે જે ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.