જો શનિદેવ કોઈના પર પ્રશન્ન થાય તો તેનો બેડો પાર થઈ જાય છે અને જો કોઈના પર કોધ્રિત થાય તો તેની ધનોત પનોત નિકળી જાય છે. શનિદેવની અસર રાશિઓ પર ખુબ પડતી હોય છે. શનિવાર 22 જાન્યુઆરીના રોજ શનિદેવ અસ્ત થયા હતા અને હવે આગામી 24 ફેબ્રુઆરીના રોજ તેનો ઉદય થશે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પણ કોઈ ગ્રહનો અસ્ત કે ઉદય થાય છે ત્યારે તેની અસર દરેક રાશિઓ પર જોવા મળે છે. તેથી હવે શનિદેવ ઉદય થઈ રહ્યા છે તો તેની પણ અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. જો કે આ સમયે કેટલીક રાશિઓ પર તેની સકારાત્મક અસર જોવા મળશે. તો આવો જાણીએ તે કઈ રાશિ છે જેમને લાભ થશે.
કર્ક : શનિનો ઉદય સાતમાં ભાવમાં થશે. સાતમો ભાવ દામ્પત્ય જીવન અને ભાગીદારીનો હોય છે. તેથી સમયગાળા દરમિયાન તમને તમારા જીવનસાથીનો પુરો સપોર્ટ મળશે. સાથે સાથે પરિવારના અન્ય સભ્યો તરફથી પણ તમને સપોર્ટ મળશે.
વૃષભ : વૃષભ રાશિ માટે શનિનો ઉદય સારા સમાચાર લઈને આવશે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોને વેપાર ધંધામાં ખુબ લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. દરેક કાર્યમાં સફળતા મળશે. સમાજમાં તમારૂ નામ થશે.
મેષ : શનિનો ઉદય કર્મભાવથી થશે. ભાગ્ય સ્થાન પર પહેલાથી જ મંગળ દેવ બિરાજમાન છે. એવામાં શનિ અને મંગળની યુતિથી રાજસુખ પ્રાપ્ત થશે. તેનાથી રાજકારણમાં સામેલ લોકોને વિશેષ લાભ થશે. આ ઉપરાંત નોકરિયાન લોકોને ઈન્ક્રીમેન્ટની સાથે સાથે પ્રમોશન પણ મળશે.
તુલા : શનિનો ઉદય ચોથા ભાવમાં થશે. ચોથો ભાવ વાહન સુખ, માતા અને ભવન માનવામાં આવે છે. તેથી આ ઉદયના સમયગાળા દરમિયાન તુલા રાશિના જાતકોને ધન લાભ થશે. મોટા મોટા પ્રોજેક્ટ મળશે. નોકરીની તકો ઉજળી બનશે.
કુંભ : શનિનો ઉદય કુંભ રાશિ પર શુભ પ્રભાવ પાડશે. કારણ કે આ રાશિ પર શનિનું આધિપત્ય રહે છે. તેથી શનિનો ઉદય થવાથી કુંભ રાશિના જાતકોને ધન લાભ થશે. અટવાયેલા નાણા પરત મળશે. નવા નવા લોકો સાથે સંબંધો મળશે. તેથી વેપાર ધંધામાં પણ લાભ થશે.
મકર : શનિનો ઉદય થવાથી મકર રાશિવાળા લોકોની કુંડળીમાં ત્રિકોણ રાજયોગ બનશે. જેના કારણે વેપાર ધંધા અને રાજનીતિમાં ઉંચા શિખરો પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. ઘરમાં પૈસાની તંગી દૂર થશે. ઉંચુ પદ પણ મળશે.