આપણે બધા જ શનિદેવથી હંમેશા ડરીને જ રહીએ છીએ, કારણે કે આપણે સૌ જાણીએ જ છીએ કે શનિદેવ ખૂબ જ ક્રોધિત દેવતા છે. તેમને કર્મોના ફળદાતા પણ કહેવામાં આવે છે. તેઓ મનુષ્યને તમના કર્મોના આધારે ફળ આપે છે. શનિવારે લોકો શનિદેવની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે અને પોતાના જીવનના સંકટોથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરે છે.

કહેવાય છે કે સાચા મનથી જો શનિદેવની પૂજા કરવામાં આવે તો દરેક ઈચ્છા પુરી થાય છે. ગરીબો અને વડીલો-વૃદ્ધો સાથે સારો વ્યવહાર કરનારા લોકો પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે. એવું પણ કહેવાય છે કે શનિદેવ જે વ્યક્તિથી નારાજ થાય છે, તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઇ જાય છે. અને તેમના જીવનમાં દુઃખો આવવા લાગે છે. એવામાં જીવનમાં સખી મેળવવા માટે શનિદેવની કૃપા હોવી એ ખૂબ જ આવશ્યક છે.
શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે શનિવારના દિવસે સવારે જો તમને આ ત્રણ વસ્તુઓના દર્શન થઇ જાય તો તમારો દિવસ શુભ થઇ જાય છે. તો આવો જાણીએ એ ત્રણ વસ્તુઓ શું છે કે જેના દર્શન માત્રથી શનિદેવની કૃપા તમારા પર બની રહે છે.
સફાઈ કર્મચારીનું દેખાવું:

જો શનિવારે સવારે તમને કોઈ સફાઈ કર્મચારી જોવા મળે તો આ શુભ સંકેત છે. જો તમે ઈચ્છો છો કે તમારા પર શનિદેવની કૃપા બની રહે તો તમે સફાઈ કર્મચારીને રૂપિયા કે કાળા કપડાં જરૂર આપો. આવું કરવાથી શનિદેવ તમારા પર જરૂર પ્રસન્ન થશે. તમે જે કામ માટે જઈ રહયા હશો એમાં સફળતા મળશે અને સાથે જ તમારો દિવસ મંગલમય બનશે.
ભિખારીના દર્શન:

શાસ્ત્રો અનુસાર, જો શનિવારે સવારે ભિખારીના દર્શન થઇ જાય તો સમજી જાઓ કે તમારો દિવસ શુભ છે. તેમને ખાલી હાથ ન જવા દો, યથાશક્તિ દાન કરો. આવું કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થશે અને તમારા પર શનિદેવની કૃપા બની રહેશે.
કાળા કૂતરાનું દેખાવું:

શનિવારના દિવસે સવારે ઘરેથી નીકળતા જ કાળા કૂતરાનું દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કૂતરું શનિદેવનુ વાહક છે. જો કૂતરાને કઈંક ખવડાવો તો શનિદેવ ઘણા પ્રસન્ન થાય છે. કાળા કૂતરાને તેલ ચોપડીને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે. આનાથી ફક્ત શનિદેવ જ નહિ પણ રાહુ-કેતુ પણ પ્રસન્ન રહે છે.