જ્યોતિષ શાસ્ત્ર

શનિદેવના આ ઉપાય કંગાળને પણ બનાવી દે છે મહાકરોડપતિ, તમે પણ કરો આ ઉપાય

વ્યક્તિની કુંડલીમાં હાજર રહેલા ગ્રહોને દૂર કરવા માટે ઘણા ગ્રહો સંબંધિત ઉપાય કરે છે. જેથી તેનું કુંડળીમાં રહેલા ગ્રહ અશુભની જગ્યાએ શુભ ફળ આપે છે. નવ ગ્રહની વાત કરવામાં આવે તો શનિ ગ્રહ કર્મના હિસાબથી ફળ આપનારા ન્યાયના દેવતા માનવામા આવે છે. આ જ કારણે લોકો શનિદેવથી ભયભીત થાય છે. તો ઘણા લોકો શનિદેવની કૃપા મેળવવા માટે જ અલગ-અલગ ઉપાય કરતા હોય છે.

Image Source

જો કોઈની કુંડળીમાં શનિનો દોષ હોય તો તેના જીવનમાં પ્રગતિ રોકાઈ જાય છે. તો આ લોકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાય ચોક્કસ કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ દોષોની મુક્તિ મેળવવાથી કંગાળ વ્યક્તિ પણ શનિદેવની કૃપાથી કરોડપતિ બની જાય છે.

આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો

શનિવારના દિવસે એક વાટકીમાં સરસોનું તેલ લો. આ તેલમાં તમારો ચહેરો જોઈને આ તેલ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો. બધી જ તકલીફ દૂર થઇ જશે.

Image Source

શનિવારના દિવસે થોડા કાળા તલ, લોટ અને ખાંડ આ ત્રણ વસ્તુ ઉમેરો. આ મિશ્રણને કીડીઓને ખવડાવો. આ ઉપાય 7 શનિવાર સુધી કરો. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

Image Source

શનિવારના દિવસે લોટ દળાવવા જતા સમયે થોડા ઘઉંમાં 100 ગ્રામ કાળા ચણા, 11 પાંદડા તુલસી તથા 2 દાણા કેસરને લો. હવે આ બધું બીજા ઘઉંમાં મેળવી દો. આ સિવાય ફક્ત શનિવારના દિવસે જ લોટ દળાવવો. આ ઉપાય કરાવવથી તુરંત જ અસર જોવા મળશે.

Image Source

શનિવારના દિવસે સૂર્યાસ્તના સમયે કાળા ઘોડાની નાળ અથવા નાળની બનેલી લોખંડની વીંટી મધ્ય આંગળીમાં હનુમાનજીના મંદિરમાં જઈને પહેરો.

Image Source

શનિવારના સવારના સમયે કાળા તલ, કલુ કપડું, બ્લેન્કેટ, અને અડદની દાળનું દાન તમારી શક્તિ મુજબ અવશ્ય કરો. આ ઉપાય કરવાથી શનિ શુભ ફળ આપે છે.

શનિવારના દિવસે ઘરની બનેલી તાજી રોટલીમાં સરસોનું તેલ લગાવીને આ રોટલીને કાળા કૂતરાને ખવડાવો.

Image Source

શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે કોઈ જુના પીપળાના ઝાડ પાસે ગાયના ઘીનો દીવો કરી, શ્રી શનિ ચાલીસનું પાઠ કરો અથવા અથવા 108 વાર શનિ મંત્રનો જાપ કરો. આ બાદ 7 પીપળાની પરિક્રમા કરીને મનોવાંછિત ફળ મળે તેવી પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી થોડા જદિવસમાં અનેક મનોકામના પૂર્ણ થઇ જાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.