માનવામાં આવે છે કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે લોકો ખોટા રસ્તા પર ચલાતા હોય છે તે લોકોને શનિદેવ શ્રાપ જરૂર આપે છે. તેથી લોકો શનિદેવથી ડરતા હોય છે. જે લોકો પર શનિદેવ પ્રસન્ન થાય છે તેને ક્યારે પણ તકલીફનો સામનો નથી કરવો પડતો. પરંતુ જે લોકો પર શનિદેવની કુદ્રષ્ટિ પડી જાય છે તેના જીવનમાં હંમેશને માટે પરેશાનીઓ જ હોય છે.

આજે અમને તમને જણાવીશું કે એવું તે શું કરવાથી શનિદેવ નારાજ થઇ જાય છે.
જે પુરુષો સ્ત્રીઓ પર ખરાબ નજરે અથવા તેના પ્રત્યે મનમાં ખરાબ વિચાર રાખે છે તે પુરુષ પ્રત્યે શનિદેવ બહુજ નારાજ થઇ જાય છે. જયારે પણ તમે શનિદેવના મંદિરમાં જાઓ ત્યારે આ પ્રકારના વિચાર લઈને ક્યારે પણ ના જાઓ. જો આ પ્રકારના વિચાર લઈને જશો તો શનિદેવનો પ્રકોપનો સામનો કરવો પડશે. આ સાથે જ તમારે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઘણા લોકો પૂજા દરમિયાન મનમાં ખોટા વિચાર રાખે છે. તેના પર શનિદેવનો પ્રકોપ પડે છે. જયારે કોઈ પણ વ્યક્તિ શનિદેવની પૂજા કરતો હોય છે ત્યારે તેના મનમાં ગુસ્સો, ઝલન અને નફરત જેવી ખરાબ આદતો રાખીને કયારે પણ પૂજા ના કરવી જોઈએ. જયારે તમારે કોઈ સાથે ઝઘડો થયો હોય ત્યારે શનિદેવના મંદિરમાં ના જાઓ. હંમેશા એક વાત ધ્યાન રાખવાની કે, શનિ દેવના મંદિરમાં જતા પહેલા તમારું મન શાંત રાખીને બાદમાં જ મંદિરમાં જઈને પૂજા કરવી.
જે લોકો બીજા સાથે અન્યાય કરે છે તેવા લોકો શનિદેવને બિલકુલ પસંદ નથી. જે લોકો બીજા સાથે છળકપટ અને બીજાને હેરાન કરવા જેવી ખરાબ આદતો હોય તેને લોકોને ક્યારે પણ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે.

આ સાથે જો બીજી વાત કરવામાં આવે તો શનિદેવને સટ્ટો-જુગાર રમવો, દારૂ પીવો, વ્યાજખોરી કરવી, પરસ્ત્રી સાથે સંબંધ રાખવો. ખોટું બોલવું, સાચા માણસોને હેરાન કરવા, કોઈની પાછળથી કોઈનું ખરાબ કરવું, મોટાનું અપમાન કરવું, ભગવાન વિષે જેમ ફાવે તેમ બોલવું,પશુ-પક્ષીઓને મારવા આવી અનૈતિક પ્રવૃત્તિ કરવાથી શનિદેવનો પ્રકોપ પડે છે.
આ પ્રકારના લોકોથી શનિદેવ હંમેશા નારાજ રહે છે જેથી જે મિત્રોને આ કોઈ પણ આદત હોય તો તેને તુરંત જ બદલી નાખજો.

શનિદેવના અશુભ નિશાનીની વાત કરવામાં આવે તો શનિદેવના અશુભ પ્રભાવને કારણે મકાન અથવા મકાનનો કોઈ પણ હિસ્સો તૂટી જાય અથવા ક્ષતિ ગ્રસ્ત થઇ જાય છે. શનિદેવના અશુભ પ્રભાવને કારણે દેણું અથવા લડાઈ-ઝઘડાના કારણે મકાન વેચાઈ જાય છે. શનિદેવની અશુભ અસરને કારણે અચાનક જ આગ લાગી શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.