જ્યોતિષ શાસ્ત્ર

30 વર્ષમાં પહેલી વાર થશે આવું જયારે ધન રાશિમાં પ્રવેશ કરશે શનિ, જાણો કોને કયા લાભ થશે

આપણે સૌ જાણીએ જ છીએ કે આપણા જીવનમાં સારો કે ખરાબ સમય આવે છે તેના પર આપણા ગ્રહો અને નક્ષત્રોનો જ પ્રભાવ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈ પણ ગ્રહોના કોઈ બીજી રાશિના પરિવર્તનની અસર આપણા જીવન પર પડે છે. આ અસર ક્યારેક સારી અને ક્યારેક ખરાબ પણ હોય છે. ત્યારે જુદી-જુદી રાશિઓ પર આ પરિવર્તનની અસર જુદી-જુદી થાય છે.

Image Source

ત્યારે હવે શનિ પોતાની જૂની રાશિ છોડીને ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ યોગ પુરા 30 વર્ષ બાદ બની રહ્યો છે. જેની અસર દરેક રાશિઓ પર પડશે. તો ચાલો જોઈએ રાશિ ચક્રની બાર રાશિઓ પર આ પરિવર્તનની કેવી અસર થશે –

મેષ રાશિ –મેષ રાશિના જાતકોને આ પરિવર્તનથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. માનસિક તાણ, સ્વાસ્થ્ય પર અસર થશે પણ તેની સાથે જ આ રાશિના જાતકોને કેટલાક સારા પરિણામો મળશે જેમ કે કાર્યક્ષેત્ર અને લગ્ન જીવન માટે સારો સમય છે.

વૃષભ રાશિ –આ સમય વૃષભ રાશિના જાતકો માટે વધુ સારો નહિ રહે. નોકરી કરનારાઓએ સાવચેતી રાખવી પડશે. તમને નોકરીમાંથી કાઢી મુકવામાં પણ આવી શકે છે. પૂર્વજોની કોઈપણ સંપત્તિ તમારા હાથમાંથી જઈ શકે છે. આવા સમયમાં તમારે સાવચેત રહેવું પડશે, કોઈની સાથે છેતરપિંડી કરવી નહિ.

મિથુન રાશિ –

મીઠું રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે, જો તમે કોઈની સાથે બિઝનેસ કરી રહયા છો, તો તેમની સાથેના સંબંધો પણ ખરાબ થઈ શકે છે. આ રાશિના જાતકોને સારા અને ખરાબ બંને પરિણામ મળી શકે છે. ખાસ કરીને શનિના પ્રભાવથી આ રાશિના જાતકો પોતાના શુભેચ્છકોને ઓળખી શકશે.

કર્ક રાશિ –કર્ક રાશિના જાતકોનો મુશ્કેલ સમય થોડો લાંબો સમય ચાલશે, તમને કેટલાક ખરાબ પરિણામો મળી શકે છે જેમ કે પ્રેમ સંબંધમાં ખટાશ આવી શકે છે, બોસ સાથે વિવાદ થઇ શકે છે. એકંદરે સમય તમારી વિરુદ્ધ છે, તેથી સાવધાની રાખવી અને ખોટી દલીલોમાં પડવાથી બચવું.

સિંહ રાશિ –સિંહ રાશિના જાતકો પર વધુ અશુભ પ્રભાવ નહિ પડે. પણ હા, શેર બજારમાં કામ કરનારાઓને નુકશાન થઇ શકે છે. આરોગ્યની વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. તમારા જીવનસાથી તમને છેતરી શકે છે, તેથી સાવચેત રહો.

કન્યા રાશિ –

કન્યા રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને ઘેરી શકે છે, પણ કારકિર્દીને લઈને ખૂબ જ સારો સમય છે. બની શકે કે તમને નોકરીમાં પ્રમોશન મળે અથવા તો તમારે બદલી પણ થઇ શકે છે.

તુલા રાશિ –તુલા રાશિના જાતકોને શુભ ફળ આપવાવાળા પરિણામ જોવા મળશે. પરંતુ થોડી પરેશાની થઇ શકે છે. માતાનું સ્વાસ્થ્ય, ભાઈ-બહેનોમાં લડાઈ, વાહનોથી હાનિ જેવી સમસ્યાઓ નડી શકે છે. પણ નોકરી કરનારાઓ માટે આ સમય શુભ ફળ આપશે.

વૃશ્ચિક રાશિ –વૃશ્ચિક રાશિના જાતકોને આ પરિવર્તનના શુભ અને અશુભ બંને ફળ પ્રાપ્ત થશે. માનસિક તનાવ રહેશે, ખાસ કરીને મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પરેશાની થશે. આ સમય દરમિયાન, તમે વધુ આલ્કોહોલનું સેવન કરવાનું શરુ કરશો, જેનાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડશે.

ધન રાશિ –

ધન રાશિના જાતકોના પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવશે અને પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે, તેથી નિયંત્રણ રાખો. પરંતુ આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાની તક ચોક્કસ મળશે, લગ્નમાં મોડું થઇ શકે છે, પણ નોકરીમાં સારી તકો મળશે.

મકર રાશિ –મકર રાશિના જાતકોની સફળતાની ગતિ ધીમી પડી શકે છે. વધારે ખર્ચને કારણે તણાવ શક્ય છે. આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે, દુશ્મનો આસપાસ હોવાનો આભાસ થશે, જેને કારણે તણાવ રહેશે. સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે એમ છે એટલે સાવચેતી રાખવી.

કુંભ રાશિ –કુંભ રાશિના જાતકોને સલાહ છે કે જો તમે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો, તો તેના પરિણામો પણ સકારાત્મક રહેશે. તમારા માટે થોડો મહેનત કરવાનો સમય છે. તણાવથી દૂર રહેવાની સલાહ છે, જો તમે ધૈર્યથી કામ કરશો તો પરિણામ સારું રહેશે.

મીન રાશિ –

મીન રાશિવાળા લોકો માટે આ સમય એશ અને આરામ કરવાનો છે. પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ સમસ્યાઓનું કારણ બની શકે છે. સમજદારીપૂર્વક કામ કરવાનો સમય છે, તમે લાંબી મુસાફરી કરી શકો છો, પણ સ્વાસ્થ્ય માટે સમય સારો નથી.

શનિ પુરા 30 વર્ષ પછી આ રીતે ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ રાશિમાં શનિ અઢી વર્ષો સુધી રહેશે.