શનિવારે લોકો શનિદેવને ખુશ કરવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. કેટલાક લોકો શનિ દેવ પર સરસવનું તેલ ચડાવે છે તો કેટલાક કાળી વસ્તુનું દાન કરે છે. જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે શનિવારે કોઈ ગરીબ અથવા જરૂરમંદ વ્યક્તિને કાળા ચપ્પલ દાન કરવાથી નસીબ ખુલી જાય છે. તો ચાલો જાણીએ કે શનિવારના દિવસે શનિ દોષ દૂર કરવા શું કરવું જોઈએ.

1. માન્યતાઓ પ્રમાણે શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને કાળા ચપ્પલ આપવાથી શનિ દોષ દૂર થાય છે અને શનિનો નકારાત્મક પ્રભાવ પણ નથી પડતો. 2. દેવામાંથી છૂટવા માંગતા હોવ તો શનિવારે તમારી લંબાઈનો એક કાળો દોરો કાપો અને તેને પાણીવાળા નારિયેળ પર વીંટીને તેને પાણીમાં પધરાવી દો. આવું કરવાથી તમે જલ્દીથી દેવામાંથી છૂટી જશો.

3. શનિના નકારાત્મક પ્રભાવથી બચવા માટે કાળા કપડામાં પલાળેલા કાળા ચણા અને કોલસાનો ટુકડો બાંધી કોઈ નદીમાં પધરાવી દો. 4. શનિની મહાદશાથી બચવા માટે વચ્ચેની આંગળીમાં કાળા ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ. વીંટી પહેરતા સમયે એક વાત યાદ રાખવી કે વીંટીને એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે ગંગાજળ અને દૂધમાં રાખી દેવી.

5. કામમાં કોઈપણ પ્રકારની બાધા આવતી હોય તો શનિવારે કાળા કૂતરાને કાળા તલના સાત લાડવા ખવડાવવા. 6. જીવનમાં સફળતા મેળવવા અને નજરદોષથી બચવા માટે શનિવારે તમારા હાથની લંબાઈનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો અને તેને માળાની જેમ પોરવીને ગળામાં પહેરી લેવો.

7. શનિ દોષથી છુટકારો મેળવવા માટે ઘઉંના લોટની બે રોટલી બનાવવી અને એક રોટલીમાં સરસવનું તેલ લગાવવું, બીજી રોટલીમાં મીઠાઈનો ટુકડો રાખી દેવો. તેલવાળી રોટલી કાળી ગાયને ખવડાવવી અને મીઠાઈ વાળી રોટલી સફેદ ગાયને ખવડાવવી.