જ્યોતિષ શાસ્ત્ર

શનિદેવના આ મોટા રહસ્ય જે તમારી કુંડળીમાં બને છે શુભ અને અશુભનું કારણ

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તેમજ  રાહુ અને કેતુની જેમ, તે પણ દુઃખનું એક પરિબળ માનવામાં આવે છે. સનાતન ધર્મ અનુસાર, શનિને સૂર્યનો પુત્ર અને દેવતા માનવામાં આવે છે. જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયનો દેવ માનવામાં આવે છે. તે કુંડળીમાં સ્થિત 12  ભાવો ઉપર અલગ રીતે પ્રભાવ પાડે છે.

Image Source

એક પંડિતના જણાવ્યા અનુસાર, નવ ગ્રહોમાં શનિનું એક અલગ અને વિશેષ સ્થાન છે. શનિને સંતુલન, સીમા અને ન્યાયનો ગ્રહ પણ કહેવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યાં સૂર્યનો પ્રભાવ સમાપ્ત થાય છે, ત્યાંથી શનિનો પ્રભાવ શરૂ થાય છે. શનિની આપણા જીવન પર બહુ જ ઊંડી અસર પડે છે. જ્યાં એક તરફ પ્રામાણિક વ્યક્તિ ઉપર શનિની કૃપા વરસે છે.  તો બીજી તરફ જે લોકો ખરાબ કાર્યો કરે છે તેમના ઉપર શનિની ખરાબ અસર પડે છે. કારણ કે બધા ગ્રહોમાં સૌથી શક્તિશાળી દૃષ્ટિ શનિની માનવામાં આવે છે.

શનિની ખાસિયત:
જ્યોતિષ શાત્રમાં ભલે શનિને ક્રૂર માનવામાં આવ્યો હોય પરંતુ શનિદેવ નયન દેવતા પણ કહેવામાં આવે છે. જેના ઉપ્પર શનિનની કૃપા વરસે છે તેવા લોકોને શનિ રંકમાંથી રાજા પણ બનાવી દે છે. અને જેના ઉપર શનિની મહાદશા આવે છે તેને રાજમાંથી રંક બનાવતા પણ વાર નથી લાગતી. ઘણા લોકો કહેતા હોય છે કે શનિ સાતી ચાલી રહી છે. તો એવા લોકોને શનિના પ્રકોપમાંથી છૂટવાના પણ ઘણા ઉપાયો છે.

Image Source

શનિદેવને પ્રસન્ન કરવા માટેનો ઉપાય:
શનિને પ્રસન્ન કરવા માટે કંઇપણ ખોટું કામ ન કરો, કારણ કે શનિને ન્યાયના ભગવાન માનવામાં આવે છે. તેથી, જો તમે કોઈ પણ પ્રકારના ખરાબ કાર્યોમાં જોડાતા નથી તો એવું માનવામાં આવે છે કે જો શનિ તેની સ્થિતિમાં હોય તો પણ તે ન્યાય અનુસાર આવા લોકોને દયા બતાવે છે અને સજા આપશે નહીં. આ સિવાય જો શનિ તમારી કુંડળીમાં મુશ્કેલીનું કારણ છે, અથવા જો શનિની સ્થિતિ તમને ખૂબ પરેશાન કરી રહી છે, તો તેને ટાળવા માટેના બીજા પણ કેટલાક ઉપાયો છે.

શનિવારના દિવસે કરો આ ઉપાય:

 • દર શનિવારે શનિ મંદિરમાં દર્શન કરવા માટે જાઓ.
 • શનિની ઉપાસના કરો અને તેમની કૃપા માટે પ્રાર્થના કરો.
 • શનિવારે રાઈ, તેલ, અડદ, કાળા કપડા, પગરખાં વગેરેનું દાન કરો.
 • શનિવારે લોખંડની વસ્તુઓ ન ખરીદશો.
 • શનિ મંત્રનો જાપ કરવો ફાયદાકારક રહેશે.
 • શનિવારે વાટકીમાં સરસવનું તેલ નાખો અને તેમાં તમારો ચહેરો જુઓ અને તે તેલ દાન કરો.
 • શનિવારે શનિદેવની સમક્ષ તમારી ભૂલો બદલ માફી માગો.
 • આ ઉપરાંત શનિના રત્ન નીલમને ક્યારેય પણ કોઈ જાણકારના કહ્યા વિના ધારણ ના કરો, જો કોઈ જાણકાર તમને નીલમ ધારણ કરવાની સલાહ આપે છે તો તેની પાસેથી સંપૂર્ણ વિધિ સાથે જ ધરાણ કરવાનો સમય, દિવસ અને મંત્રો સાથે જ ધારણ કરવો જોઈએ. અને આ પૂર્ણ રીતે સમજીને જ ફેરવો જોઈએ.

શનિવારે કરો હનુમાનજીની આરાધના:
શનિવારના દિવસે  હનુમાન મંદિરમાં જવું જોઈએ અને લાલ રંગના કપડાં પહેરીને હનુમાનની સામે ઉભા રહીને હાથ જોડી ભગવાન હનુમાનની આરાધના કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. દર શનિવારે આ કામ કરો, આ કરવાથી કુંડળીમાંથી શનિ દોષને દૂર કરવામાં પણ મદદ મળે છે.

Image Source

કરો પીપળાની પૂજા:
પીપળાના ઝાડની નીચે તેલનો દીવો પ્રગટાવો. ખાસ કરીને શનિવારે આ કરો. પીપળાની સાથે શમીના વૃક્ષની પૂજા કરો. આ બંને ઉપાયો શનિ દોષની અસર ઘટાડવામાં મદદ કરે છે.

શિવ ઉપાસના આપે છે શનિના પ્રકોપથી રાહત:
નિયમિતપણે શિવલિંગને જળ ચઢાવો. ભોલે બાબાની પૂજા કરો. શિવમંત્રનો પાઠ કરો. આવું કરવાથી જન્મકુંડળીમાં શનિની સ્થિતિ સુધારવામાં પણ મદદ મળશે.

Image Source

પશ્ચિમ દિશામાં કરો આ ઉપાય:
નિયમિત સાંજે પશ્ચિમ દિશામાં એક દીવો પ્રગટાવો. અને ત્યારબાદ શનિમંત્રનો જાપ કરો. તેનથી શનિની કૃપા મેળવવામાં ફાયદો થશે.

આ કામ ખાસ કરો:
શનિને પ્રસન્ન કરવા માટે કાગડાને રોટલી, કીડીઓને લોટ, અને દરવાજા ઉપર આવેલા ગરીબ અને ભૂખ્યા વ્યક્તિઓને ખાલી પેટ પાછા ના જવા દેવા જોઈએ. આ બધાથી શનિનો દોષ ઓછો થશે.

શનિની કૃપા મેળવવા બીજા અન્ય ઉપાય:

 • ક્યારેય જુઠ્ઠા અને ખોટાનો સાથ ના આપવો.
 • હંમેશાં સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલવું.
 • વડીલોનું હંમેશાં સન્માન કરવું જોઈએ.
 • તુલસીમાં પાણી અર્પણ કરો, દીવો પ્રગટાવો.
 • પીપળાને પાણી ચઢાવો, દીવો પ્રગટાવો, ખાસ કરીને શનિવારે.
 • અહંકાર અને ઘમંડ ના કરો, હંમેશા સૌની સાથે વિનમ્ર રહો.
 • ગર્ભપાત ન કરાવો.
 • મહિલાઓનું સન્માન કરો.
 • લીલોતરી ઘટાડશો નહીં, એટલે કે ઝાડ કાપશો નહીં અથવા કપાવશો નહીં.
 • વહેલી સવારે ઉઠો અને નિયમિત શિવલિંગ પર જળ ચઢાવો.
 • ॐ शं शनैश्चराय नमः આ શનિનો મૂળ મંત્ર છે તેનો જાપ કરો.
 • ડેન ધર્મના કામ કરતા રહો.
 • ફળ આપનારા અને લાંબા સમય સુધી રહેનારા વૃક્ષઓ વાવો.
 • ખરાબ કર્યોથી દૂર રહો.
 • વાદળી રંગનો વધુ ઉપયોગ કરો, જેમ કે વાદળી કપડાં અને બીજું પણ.