શનિ વ્યક્તિના કર્મ અને તેના ફળનો સ્વામી છે.જીવનમાં દરેક કર્મ કે શુભ-અશુભ ફળ શનિ જ પ્રદાન કરે છે.શનિની કૃપા મેળવવા માટે જાપ,તપ અને દાન કરવું હંમેશા શુભ માનવામાં આવ્યું છે.શનિ પીડાને ઓછી કરવા માટે અને પોતાની ભુલોને સુધારવા માટે દાન કરવું ખુબ જ સર્વોત્તમ માનવામાં આવ્યું છે.

જીવનભર કરેલા દુષ્કર્મોથી મુક્ત થાવા માટે દાન જ સૌથી સરળ અને એક ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે.વેદ અને પુરાણોમાં પણ દાનનું વર્ણન કરવામાં આવ્યું છે.આજ કારણ છે કે હજારો વર્ષો પહેલાના હિંદુ ધર્મમાં આજે પણ અલગ અલગ વસ્તુઓનું દાન કરીને સંસ્કારનું પાલન કરવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ અને અન્ય ઈચ્છઓની પુર્તી માટે દાન કર્મ કરવાની સલાહ આપવામાં આવેલી છે. દાન કોઈપણ વસ્તુ,ભોજન કે આભુષણોનું પણ કરવામાં આવે છે.જો કે આજે અમે તમને દાનને લગતી અમુક બાબતો જણાવીશું.

1.દાન કરવાની સાથે ક્યાં નિયમોનું પાલન કરવું જોઈએ?
સૌથી પહેલા તો દાનની વસ્તુઓને રાખીને મંત્રનો જાપ કરો તેના પછી જ શનિદેવની પ્રાર્થના કરતા દાન કરવું જોઈએ.આ દાન સૂર્યાસ્ત પછી જો કરવામાં આવે તો તે વધારે લાભકારી માનવામાં આવે છે.દાન હંમેશા સારી વસ્તુઓનું જ કરવું જોઈએ.

2.શનિ માટે દાન ક્યાં લોકોએ કરવું ન જોઈએ?:
જેની કુંડળીઓમાં શનિ લાભકારી હોય,જેનું જીવન શનિ પર નિર્ભર કરતું હોય,જે લોકો લોખંડ,કોલસો પેટ્રોલ અથવા કાળી વસ્તુઓના કામ સાથે સંબંધિત હોય તેવા વ્યક્તિઓએ શનિનું દાન કરવું ન જોઈએ.આ સિવાય વૃષભ,કન્યા,તુલા,મકર અને કુંભ રાશિના લોકોએ શનિનું દાન ક્યારેય પણ કરવું ન જોઈએ.કોઈના દબાવમાં કે પોતાની ઈચ્છા વગર શનિને ક્યારેય પણ દાન કરવું ન જોઈએ.

3.આવી રીતે દાન કરવાથી દરેક સંકટ થાશે દૂર:
દુર્ઘટનાથી રક્ષા માટે શનિવારે કાળા ચણા અને અડદની દાળનું દાન કરવું જોઈએ.સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે છાયા દાન કરવું જોઈએ.રોજગારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોખંડની વસ્તુનું દાન ઉચિત માનવામાં આવે છે.

4.શનિની વસ્તુઓનું દાન ક્યાં વ્યક્તિને આપવું જોઈએ?:
સમાજના નિર્બળ વર્ગ અને ગરીબ લોકોને દાન કરવું સર્વોત્તમ માનવામાં આવે છે.તેના સિવાય જે તમારાથી કમજોર છે તેને પણ દાન કરી શકો છો.પ્રકાશનું દાન અંધકારને જ કરવું જોઈએ.છાયાનું દાન કોઈ સ્ત્રીને કરવું વધારે ઉચિત સાબિત થાશે.

5.આ સિવાય જો તમારી કુંડળીમાં શનિની સ્થતિ બનેલી છે તો તમારે કાળા રંગની વસ્તુઓનું ભૂલથી પણ દાન કરવું ન જોઈએ.તેના સિવાય લોખંડ,લાકડું કે ફર્નિચર, તેલ કે તેલની સમાગ્રી, વગેરેનું દાન ભૂલથી પણ કરવું ન જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks