જ્યોતિષ વિજ્ઞાન અનુસાર ગ્રહોનું ગોચર અને તેમનાં સંયોગો વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે છે. 2025ના વર્ષમાં એક એવું જ વિશિષ્ટ યોગ બન્યો છે – જ્યારે ભગવાન શનિ અને ચંદ્ર દેવ મીન રાશિમાં એકસાથે ગોચર કરે છે. આ યોગને ‘શનિ-ચંદ્ર યુતિ’ કહેવામાં આવે છે, પંચાંગ અનુસાર, અત્યારે મીન રાશિમાં શનિ અને ચંદ્ર દેવ ઉપસ્થિત છે, જેની અમુક રાશિઓ પર સારી અસર પડશે. આ 3 રાશિવાળા જાતકો માટે લાભકારી રહેશે.શનિદેવ 29 માર્ચ 2025 રાત્રે 11.01 વાગ્યાથી લઈને 3 જૂન 2027 સવારે 06.23 સુધી મીન રાશિમાં રહેશે. આ દરમિયાન 18 જૂન 2025 એ સાંજે 06.34 થી 20 જૂન 2025 રાત્રે રાત્રે 09.44 સુધી મીન રાશિમાં રહેશે. જેથી 18 જૂને મીન રાશિમાં શનિ અને ચંદ્રના મિલનથી યુતિ બની છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે મીન રાશિમાં શનિ-ચંદ્ર યુતિનો સૌથી લાભકારક પ્રભાવ રહેશે. જૂના વિવાદોનો અંત આવી શકે છે અને બિઝનેસમેનને માનસિક શાંતિ મળશે. નોકરી કરતાં જાતકોને પ્રગતિની તકો મળશે. ઘરમાં ખુશીઓ વધશે. પરિવારમાં કુંવરાન છોકરાનો સંબંધ પાકો થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ યુતિ ખાસ કરીને આર્થિક દ્રષ્ટિએ લાભદાયી છે. ધંધાકીય યાત્રામાં પ્રવાસ મળશે. મનોઈચ્છિત પ્રોપર્ટી ખરીદવાના યોગ છે. ખોરાકમાં ધ્યાન આપવું. નોકરિયાતને મોટી કંપનીમાંથી ઓફર મળી શકે છે. ઘરમાં ચાલતા વિવાદોનો અંત આવશે.
તુલા રાશિ
શનિ-ચંદ્ર યુતિ તુલા રાશિના જાતકો માટે જીવનમાં નવી દિશા લાવશે. પ્રભાવશાળી લોકોના સંપર્કથી નવી તકો મળશે, વ્યક્તિત્વ મજબૂત થશે. કરિયરમાં સંતુષ્ટિ મળશે અને સમાજમાં માન-સન્માન વધશે. ઉધારી પૂરી થશે અને મન શાંત થશે. નબળું સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે સુધરશે અને રોકાણકારો માટે આ સમય ફાયદાકારક રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)