કોણ છે સ્મૃતિ ઇરાનીનો થવાવાળો જમાઇ અર્જુન ભલ્લા, આજે વિદેશી દુલ્હા અર્જુન ભલ્લા સાથે કરશે લગ્ન

પોપ્યુલર ટીવી સ્ટાર સ્મૃતિ ઇરાનીની દીકરી શનેલ ઇરાની આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. આ હાઇ પ્રોફાઇલ લગ્ન રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખીંવસર કોર્ટમાં થવા જઇ રહ્યા છે. શનૈલ ઇરાની અને અર્જુન ભલ્લા 9 ફેબ્રુઆરીએ 500 વર્ષ જૂના કિલ્લામાં લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે આ લગ્નની ખબર સામે આવ્યા બાદ ઘણા લોકોએ જાણવા માગે છે આખરે સ્મૃતિ ઇરાનીનો જમાઇ કોણ છે.

તો જણાવી દઇએ કે, કેન્દ્રીય સ્મૃતિ ઇરાનીનો જમાઇ અર્જુન ભલ્લા એનઆરઆઇ છે. તે એમબીએ ડિગ્રી હોલ્ડર છે. આ દિવસોમાં તે પરિવાર સાથે કેનેડામાં રહે છે. અર્જુન ભલ્લાના પરિવારમાં માતા-પિતા અને એક નાનો ભાઇ છે. રીપોર્ટ્સ અનુસાર, અર્જુને તેની સ્કૂલિંગ કેનેડાના રોબર્ટ કૈથોલિક હાઇ સ્કૂલથી કરી છે. તેણે યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટરથી એલએલબીનો અભ્યાસ કર્યો છે.

અર્જુન ભલ્લા અને શનૈલ ઈરાની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અર્જુન ભલ્લાના પિતાનું નામ સુનીલ ભલ્લા છે. અર્જુન ભલ્લાએ 2014માં બ્રેકવોટર સોલ્યુશન્સ ઇન્ક સાથે કામ કરવાનું શરૂ કર્યું. તે એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. આ પછી તેણે Apple Inc માં ટેકનિકલ નિષ્ણાત તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કેટલાક રીપોર્ટ્સ અનુસાર, તેની કુલ સંપત્તિ 4 લાખ ડોલર છે.

જણાવી દઇએ કે, સ્મૃતિ ઇરાનીની દીકરી શનેલ ઇરાનીના લગ્ન માટે ખીંવસર ફોર્ટને 3 દિવસ બુક કરાવવામાં આવ્યો હતો. તે બુધવારે જોઇપુર એરપોર્ટ પહોંચ્યા હતા અને દીકરીના લગ્નની તૈયારીઓને લઇને સ્મૃતિ ઇરાનીના પતિ જુબિન મંગળવારે બપોરે જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતા. 8 ફેબ્રુઆરીથી કપલના લગ્નની વિધિ શરૂ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021માં ઈન્સ્ટા હેન્ડલ પર તસવીરો પોસ્ટ કરતી વખતે પુત્રી શનૈલ ઈરાની અને અર્જુન ભલ્લાની સગાઈની માહિતી આપવામાં આવી હતી. પહેલા ફોટામાં અર્જુન શનૈલને સગાઈની વીંટી પહેરાવતો જોવા મળ્યો હતો.

જ્યારે બીજા ફોટોમાં કપલ કેમેરા સામે પોઝ આપતું જોવા મળ્યું હતું. શનૈલ ઈરાની સ્મૃતિ ઈરાનીના પતિ જુબિન ઈરાની અને તેમની પહેલી પત્ની મોના ઈરાનીની પુત્રી છે. સ્મૃતિ અને જુબીનને જોર અને જોઇશ નામના બે બાળકો છે.

Shah Jina