શેન વોર્નના ગેરેજમાં સામેલ છે ફરારથી લઇને લેમ્બોર્ગિનિ સુધીની મોંઘી મોંઘી કારો, કુલ નેટવર્થ જાણી હોંશ ખોઇ બેસશો

20 લક્ઝુરિયસ કાર્સ, કરોડોની સંપત્તિ છોડીને ગયા દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન…રકમ જાણીને ટાંટિયા ધ્રુજવા લાગશે

પોતાની સ્પિનથી દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કરનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નનું કેટલાક દિવસ પહેલા જ નિધન થયું છે. તેઓ 52 વર્ષના હતા. ‘સસ્પિશિયસ હાર્ટ એટેક’ના કારણે થાઈલેન્ડમાં તેમનુ મોત થયું હતું. ઓસ્ટ્રેલિયાના આ લેગ સ્પિનરના નિધનથી સમગ્ર રમત જગત આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાના ફેવરિટ ક્રિકેટરને લઈને પોસ્ટ લખી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વોર્નની જીવનશૈલી કેટલી શાનદાર હતી અને તેની નેટવર્થ કેટલી હતી. વોર્નને અત્યાર સુધીના મહાન સ્પિનરોમાંના એક ગણવામાં આવે છે.

વોર્નને ફરારી અને લેમ્બોર્ગિની જેવી કાર ખૂબ પસંદ હતી. તેણે એકવાર કહ્યું હતું કે તેની પાસે 20 કારનું ગેરેજ હતું. તેની પાસે ગેરેજમાં બે સીટર એફ-ટાઈપ જગુઆર કાર પણ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વોર્ને કરોડો રૂપિયાની બેન્ટલી કોન્ટિનેંટલ સુપરસ્પોર્ટ્સ કાર ખરીદી હતી. તેની પાસે બુગાટી વેરોન જેવી લક્ઝરી કાર પણ હતી. વોર્નના પિતાને પણ કારનો ઘણો શોખ હતો. વોર્નની કારના કાફલામાં બે મર્સિડીઝ, બે BMW અને હોલ્ડન VK કોમોડોરનો પણ સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાના આ સ્પિનર ​​વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાં સામેલ હતા. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અને Celebritynetworth.com અનુસાર, વોર્નની કુલ સંપત્તિ લગભગ $50 મિલિયન (આશરે રૂ. 385 કરોડ) હતી એટલે કે વોર્નની કુલ સંપત્તિ 380 કરોડથી વધુ હતી. ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટર વોર્ને તેની ટેસ્ટ કારકિર્દીમાં 145 મેચ રમી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં 708 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં વિકેટની બાબતમાં તે શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર ​​મુથૈયા મુરલીધરન (800) પછી બીજા ક્રમે હતો.વોર્ને તેની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2007માં રમી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વોર્નની બ્રાન્ડ વેલ્યુ પર કોઈ અસર થઈ ન હતૂ. તેમની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યા પછી, શેન વોર્ને ઘણી મોટી સ્પોર્ટ્સ ચેનલોમાં ક્રિકેટ નિષ્ણાત તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું. આ રીતે તેમણે ક્રિકેટની બહાર પણ ઘણી કમાણી કરી હતી. વોર્ને આ કમાણી ક્રિકેટ, કોમેન્ટ્રી અને જાહેરાતો સિવાય અન્ય સ્ત્રોતોમાંથી મેળવી હતી.

Shah Jina