ખબર ખેલ જગત

મૃત્યુ પહેલા શું હતો શેન વોર્નનો પ્લાન? CCTV ફુટેજથી થયો ચોંકાવનારો ખુલાસો….ચાર ચાર સ્પા વાળી યુવતીઓ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મોત કુદરતી રીતે થયુ છે અને તેમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. આ દરમિયાન હવે અલગ-અલગ બાબતો સામે આવી રહી છે. થાઈલેન્ડમાં શેન વોર્ન જે રિસોર્ટમાં રોકાયો હતો તે રિસોર્ટના CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ચાર થાઈ મહિલાઓ રિસોર્ટમાં શેન વોર્ન અને તેના મિત્રોને મસાજ આપવા આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં શેન વોર્નના મોતનો મામલો સામે આવી ગયો હતો.શેન વોર્નનું શુક્રવારે નિધન થયું હતુ.

ડેઇલી મેલના રીપોર્ટ અનુસાર, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે એ જ રિસોર્ટના છે જ્યાં વોર્ન રોકાયો હતો. એક મહિલા વોર્નને ફૂટ-મસાજ આપવા જવાની હતી, પરંતુ જ્યારે તેણે રૂમનો દરવાજો ખખડાવ્યો તો કોઈએ દરવાજો ખોલ્યો નહીં. ફૂટેજમાં ચાર મહિલાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે રિસોર્ટમાંથી પરત ફરી રહી છે. આ ઘટના લાશ મળ્યાની થોડીવાર પહેલા બની હતી. આ ચારેય મહિલાઓનું કહેવું છે કે તેમને પાંચ વાગ્યે એપોઇન્ટમેન્ટ મળી હતી. શેન વોર્ન અને તેના મિત્રોએ તેને મસાજ, પગની મસાજ અને નેઇલ ટ્રીટમેન્ટ માટે બોલાવ્યા હતા.

જ્યારે દરવાજા પર કોઈ જવાબ ન મળ્યો ત્યારે મહિલાએ તેના બોસને મેસેજ કર્યો અને કહ્યું કે વોર્ન દરવાજો નથી ખોલી રહ્યા. ચારમાંથી બે મહિલાઓ શેન વોર્નના રૂમમાં ગઈ હતી. પોલીસનું માનવું છે કે આ બે મહિલાઓએ વોર્નને છેલ્લે જીવતો જોયો હતો. વોર્ન અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં તેઓએ કહ્યું છે કે વોર્નનું મોત સાંજે 5.15 વાગ્યે થયું હતું. પોલીસે જણાવ્યું કે વોર્નની મોત 4 માર્ચ શુક્રવારના રોજ થાઈલેન્ડના સમુઝાન વિલા ખાતે હાર્ટ એટેકથી થયું હતું. ત્યાં તે તેના મિત્રો સાથે રજાઓ ગાળવા ગયો હતો.

વોર્નના રૂમમાંથી એવું કંઈ મળ્યું નહોતું, જેનાથી તેના મોતમાં ગડબડ થઈ હોવાની શંકા થઈ શકે. પોલીસનું કહેવું છે કે વોર્ને મહિલાઓને મસાજ માટે બોલાવી હશે, તે મહિલાઓને વોર્નના મોત સાથે કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે 52 વર્ષીય શેન વોર્ન તેના મિત્રો સાથે થાઈલેન્ડ ગયો હતો. શેન વોર્નના નિધનના સમાચાર આવ્યા પછી રમત જગતમાં શોક છવાઈ ગયો હતો.