કરણ જોહર હજુ એક મોટા બાપની દીકરીને લોન્ચ કરશે, 7 તસવીરો એ મચાવ્યો હાહાકાર
બોલીવુડની અંદર નેપોટિઝ્મના મુદ્દે ઘણી ચર્ચાઓ થઇ અને શાંત થઇ ગઈ છતાં પણ બોલીવુડમાં તેની કોઈ અસર જોવા નથી મળી. થોડા સમય પહેલા જ સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ પણ માહોલ ગરમ થયો હતો અને પાછો શાંત થઇ ગયો. ત્યારે આ બધા વચ્ચે એક ખબર આવી રહી છે બોલીવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર હવે એક દિગ્ગજ અભિનેતાની દીકરીને લોન્ચ કરવા જઈ રહ્યા છે.
કરણ જોહર દ્વારા સોમવારના રોજ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પહેલા પણ કરણ જોહર ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ઘણા સ્ટારકિડ્સને લોન્ચ કરી ચુક્યો છે.
કરણ જોહર નેપોટિઝ્મના મુદ્દા ઉપર પણ ઘણીવાર ટ્રોલ થતો રહે છે અને આ વખતે પણ તે લોકોના નિશાન ઉપર આવી ગયો છે. શનાયા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે તેની જાહેરાત ખુદ શનાયાએ પણ પોતાની હોટ તસવીરો શેર કરીને કરી છે. જે હાલ સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી રહી છે.
તો કરણ જોહરે પણ તેને લોન્ચ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. કરણ જોહરે એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે “અમારા પરિવારમાં વધુ એક બ્યુટીફૂલ એડિશન. ડીસીએ સ્ક્વોડમાં તમારું સ્વાગત છે શનાયા કપૂર. તેનો ઉત્સાહ અને મહેનત ગજબની છે.”
કરણે આગળ લખ્યું હતું કે, “અમારી સાથે જોડાવ અને એમના ઉપર પોતાનો પ્રેમ અને આશીર્વાદ વરસાવો, કારણ તે પોતાની પહેલી ફિલ્મ ધર્માં પ્રોડક્શન સાથે આ જુલાઈમાં કરવા જઈ રહી છે.”
તમને એ પણ જણાવી દઈએ કે શનાયા કપૂરે પોતાની છેલ્લી ફિલ્મ ધર્માં પ્રોડક્શન સાથે “ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ”માં આસીટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી.
શનાયા સુંદરતાના મામલામાં જરા પણ કમ નથી. તે પોતાની હોટ તસવીરો દ્વારા પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કરતી રહે છે. શનાયાની તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. તેનું ઇન્સ્ટાગ્રામ તેની હોટ તસવીરોથી ભરેલું પડ્યું છે.
અભિનેતા સંજય કપૂર અનિલ કપૂરનો ભાઈ છે. સંજય પણ બોલીવુડમાં સારું એવું નામ ધરાવે છે અને હવે તેની દીકરી શનાયા કપૂર પણ કરણ જોહર સાથે ધર્માં પ્રોડક્શનના બેનર હેઠળ પોતાનું આગવું નામ બનાવવા જઈ રહી છે.