જીજુ જેલમાં અને શિલ્પા શેટ્ટીના આવા ખરાબ સમયમાં સાળી શમિતા બિગબોસમાં શું કરી રહી છે?

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા આ દિવસોમાં ફિલ્મોથી દૂર રહે છે પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ ઓછી થઇ નથી. શમિતા ઘણી વાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બનેલી રહેતી હોય છે. થોડા સમય પહેલા જ તેના જીજાજી રાજ કુન્દ્રાની ખરાબ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ થયા બાદ શમિતાએ તેમનો સપોર્ટ કર્યો હતો. તેમજ હવે તે ‘બિગબોસ 15’ ઓટીટીનો ભાગ બની છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી ટીવીના સૌથી પોપ્યુલર રિયાલિટી શો ‘બિગબોસ’ ઓટીટીનો ભાગ બની ગઈ છે. તેને શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં કંટેસ્ટન્ટ બનીને ઍંટ્રી લીધી હતી. શમિતાના ઘરમાં ઍંટ્રી બાદથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી હતી. લોકો તેને શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના કોન્ટ્રવર્સીની સાથે જોડીને દેખવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તો ટ્રોલ કરવાનું પણ શરુ કરી દીધું હતું.

શમિતા શેટ્ટીએ ધમાકેદાર અંદાજમાં શોમાં એન્ટ્રી લીધી હતી. તેને ‘શરારા શરારા’ ગીત ઉપર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. Grand Entry દરમ્યાન કરણ જોહરે ઈશારો ઈશારોમાં રાજ કુન્દ્રાની કોન્ટ્રવર્સી વિશે પૂછી લીધું હતું જેના પર શમિતાએ કહ્યું હતું કે ‘આપણે શ્વાસ લેવાનું બંધ નથી કરતા તો કામ કરવાનું કેમ બંધ કરી દઈએ.’ મેં બિગબોસનો કોન્ટ્રાકટ પહેલા જ સાઈન કરી લીધો હતો. પરંતુ ત્યારબાદ આ બધુ થયું અને હું વિચારમાં પડી ગઈ કે મારે અહીંયા આવું જોઈએ કે નહિ. પરંતુ મેં અહીંયા આવવાનું નક્કી કર્યું હતું.

શમિતા શેટ્ટી સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેની બહેન શિલ્પાની જેમ જ ખુબ જ ગ્લેમરસ અને સુંદર છે. શમિતા શેટ્ટી 42 વર્ષની છે અને હજુ સુધી તેને લગ્ન પણ કર્યા નથી. હાલમાં શમિતા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની સાથે મુંબઈમાં રહે છે. જણાવી દઈએ કે શમિતાએ બોલિવૂડમાં સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બતે’થી ડેબ્યુ કર્યું હતું. શિલ્પાની જેમ જ તેની કારકિર્દી વધારે સમય સુધી રાખી શકી નહિ.

જણાવી દઈએ કે શમિતા શેટ્ટીને બીજી વખત બિગબોસના ઘરે લાવવવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને ફરી વખત બોલાવવા પર શોના મેકર્સ પર સવાલ ઉઠી રહ્યા છે. શમિતા શેટ્ટી આના પહેલા બિગબોસના ત્રીજા સીઝનમાં ભાગ લીધેલો હતો. જોકે તે વધારે સમય સુધી બિગબોસના ઘરમાં ટકી શકી હતી નહિ.

Patel Meet