રાજ કુંદ્રાની ફ્લોપ હિરોઈન સાળી શિલ્પા કે રાજના પૈસે જલસા કરે છે? અભિનેત્રીએ આપ્યો જવાબ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી લાંબા સમયથી ફિલ્મ દુનિયાથી દૂર છે. જો કે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સફળ અભિનેત્રીની બહેન હોવાને કારણે તેને જયાં કેટલાક ફાયદા મળ્યા ત્યાં આ કારણે તેને ઘણુ નુકશાન પણ થયુ છે. બહેન શિલ્પાની જેમ કરિયર ન ચમકવા પર તેને ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.

આ દિવસોમાં શમિતા શેટ્ટીની બહેન શિલ્પા શેટ્ટી અને જીજુ રાજ કુંદ્રા ચર્ચામાં છે, ત્યારે રાજ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાજ કુંદ્રા કોન્ટ્રોવર્સી વચ્ચે તેના પરિવારને સોશિયલ મીડિયા પર કથિત રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેમાં શમિતા શેટ્ટી પણ સામેલ છે. શમિતા શેટ્ટીને ટ્રોલર્સ દ્વારા ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

હાલમાં જ શમિતા મુંબઇ એક સલૂનની બહાર સ્પોટ થઇ હતી ત્યારે ઘણા યુઝર્સે તેને ખરી ખોટી સંભળાવી હતી. આ ઉપરાંત ટ્રોલર્સે તેમની વાતો વચ્ચે એ પણ કહી દીધુ કે શમિતા શેટ્ટીને કંઇ કરવાની જરૂર નથી પડી કારણ કે તેનો બધો ખર્ચ રાજ કુંદ્રા ઉઠાવે છે. આ બધા પર હવે શમિતા શેટ્ટીએ ચુપ્પી તોડી છે.

જીજુની ધરપકડ બાદ શમિતા બહેન શિલ્પાના સપોર્ટમાં ઘણીવાર ઘણુ કહી ચૂકી છે. સોમવારે શિલ્પાએ જયારે નિવેદન જારી કર્યુ ત્યારે પણ શમિતાએ કહ્યુ કે, તે શિલ્પાના સારા અન ખરાબ સમયમાં સાથે છે. હવે આ બધા વચ્ચે બોમ્બે ટાઇમ્સ સાથે વાતચીતમાં સમિતાએ આવી કોઇ પણ વાત માટે ના પાડી દીધી છે. તેણે કહ્યુ કે, તે પોતાનો ખર્ચ જાતે જ ઉઠાવે છે.

શમિતા શેટ્ટીએ કહ્યુ કે, હું એ વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે હું પોતાનો ખર્ચ અને પોતાનું ધ્યાન પોતે રાખુ છું. શમિતાએ ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, જયારે પણ કોઇ શિલ્પા શેટ્ટી સાથે તુલના કરે છે તો તેને ખરાબ નથી લાગતુ. શમિતા જણાવે છે કે તે હંમેશા તેની મોટી બહેન જેમ બનવા માંગતી હતી. જો કે, તેને એ વિચારીને આશ્ચર્ય જરૂર થાય છે કે લોકો એવું કઇ રીતે કહી દે છે કે બે લોકો જીવનમાં એક જેવી સફળતા મેળવે.

તમને જણાવી દઇએ કે, રાજ કુંદ્રા ન્યાયિક હિરાસતમાં મુંબઇના આર્થર રોડ જેલમાં બંધ છે. તેમની 19 જુલાઇના રોજ કથિત રીતે ફિલ્મ રેકેટ મામલે ધરપકડ કરવામાં આવી હતી. તે બાદથી તે કસ્ટડીમાં છે. તેમને 27 જુલાઇએ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમની સુનાવણી 7 ઓગસ્ટના રોજ થશે. સંભવ છે કે કોર્ટ એ દિવસે પોતાનો નિર્ણય સંભળાવશે.

Shah Jina